વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા એક શખ્સને અન્ય બે આરોપી સાથે રાજકોટ પોલીસે ઝડપેલ છે.
મળેલ માહિતી મુજબ મુસાફરને ઓટો રિક્ષામાં બેસાડી ધક્કા-મુકી કરી ઉલ્ટી- ઉબકાના બહાને રિક્ષામાંથી મોઢુ બહાર કાઢી મુસાફરની નજર ચૂકવી ખીસ્સામાંથી ફોન અને રોકડ સેરવી લેતી અને રાત્રે રિક્ષામાં નીકળી બકરાઓ ચોરી કરતા રીક્ષા ગેંગના ત્રણ શખ્સોને ક્રાઈમ બ્રાંચે ગંજીવાડા નજીકથી ઝડપી લીધા હતાં.
ધરપકડ કરાયેલામાં રાધે જેસીંગભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૦, રહે. વાંકાનેર, ચંદ્રપુર), મહમદ અકરમ જાફરઅલી શેખ (ઉ.વ. ૩૨, રહે. જયપ્રકાશનગર, ભગવતીપરા) અને ભુરા શામજી સીંધવ (ઉ.વ. ૨૮, રહે. યુવરાજનગર, ઝુંપડપટ્ટીમાં)નો સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યું કે, રાજકોટમાં આરોપી રાધે અગાઉ ચોરીના ગુનામાં આરોપી શાપર અને રાજકોટમાં દારૂ સહિત ત્રણ ગુનામાં અને ભુરો રાજકોટ, શાપર અને કાલાવડમાં મારામારી, ચોરી સહિત ત્રણ ગુનામાં પોલીસ માર્કેટીંગ યાર્ડમાં શાકભાજી વિભાગ પાસે, ત્રંબા રોડ પર,
ગ્રીનલેન્ડ ચોકડીથી માર્કેટીંગ યાર્ડ તરફના રસ્તે ત્રંબા ગામ નજીક, રાજકોટ એસ.ટી. બસ પોર્ટ પાસે, કોઠારીયા સોલ્વન્ટ નજીક, અમદાવાદમાં સનાથલ સર્કલ પાસે, પારેવડી ચોક નજીક, નાનામવા ચોક નજીક, શાપર ચોકડી પાસે અને મોરબી રોડ, રતનપુર પાસે મળી કુલ ૧૪ જેટલા મુસાફરોને રીક્ષામાં બેસાડી
ઉલ્ટી-ઉબકાના બહાને રોકડ અને ફોનની ચોરી કર્યાની તેમજ એકાદ માસ પહેલા પોપટપરા જેલ પાછળથી રાત્રીના સમયે એક બકરાની ચોરી કર્યાની કબુલાત આપી છે. ાંથી બકરાની પણ ચોરી કરી હતી
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો