૨ મેચમાં ૧૧ વિકેટ લીધી
વાંકાનેર: અહીં રાતીદેવરી રોડ પર આવેલ 9 એવન્યુ સોસાયટીમાં રહેતા મનજીત કુમખાણીયા હાલ 20 વર્ષના છે, એમણે 12 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરુ કરેલ, મનજીત મોરબીની ટીમમાંથી વાંકાનેરના એક માત્ર ખેલાડી છે, જેઓ વાંકાનેર તરફથી છેલા ૫ વર્ષથી સિલેક્ટ થાય છે, 



હાલ સુરેન્દ્રનગર ચાલી રહેલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જયહિન્દ ટ્રોફીમાં મોરબીની ટીમમાંથી ટોટલ ૨ મેચ રમેલ અને ૧૧ વિકેટ લીધી હતી, મનજીત કુમખાણીયા ગયા વર્ષે સિનિયર અને અંડર ૨૩ મોરબીની ટીમ માંથી ૮ મેચમાં ૨૯ વિકેટ લઈ વાંકાનેરનું નામ રોશન કર્યું હતું તેઓ હાલ રાજકોટ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે, તેમના પિતાશ્રી સીરામીક યુનિટના કોન્ટ્રાકટ રાખે છે, એમના શુભેચ્છકો એમની સફળતા પ્રાર્થી રહ્યા છે….
