કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટંકારા લોહાણા મહાજન સમાજ વાડીમાં રવિવારે આયુષ મેળો યોજાશે

આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત મોરબી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી દ્વારા તા. ૦૫ માર્ચને રવિવારે સવારે ૦૮ : ૩૦ થી બપોરે ૩ કલાક સુધી શ્રી લોહાણા મહાજન સમાજ વાડી, કન્યા શાળા બાજુમાં દેરીનાકા મેઈન રોડ ટંકારા ખાતે આયુષ મેળો યોજાશે જેમાં વિનામૂલ્યે આયુષ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

જે આયુષ મેળામાં પાચનતંત્રના રોગો, શ્વસનતંત્રના રોગો, ચામડીના રોગો, સાંધાના રોગો, જીવન શૈલી જન્ય રોગોની વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે જે નિદાન સારવાર ઉપરાંત પ્રદર્શન પણ યોજાશે જેમાં દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિદર્શન, રસોડા/ઘર આંગણની ઔષધિઓ, વિરુદ્ધ આહાર, સદવૃત્ત, મુગ્ધાવસ્થા માર્ગદર્શન અને હોમિયોપેથી ચાર્ટનું પ્રદર્શન યોજવામાં આવશે સાથે જન્મથી ૧૨ વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવશે

Content Copying Forbidden !!

error: Content is protected !!