છેલ્લા એક વર્ષથી થતા ટ્રીપીંગથી લોકો કંટાળ્યા
ટંકારા સમય ફિડરમા આવતા રહિશોને છેલ્લા એક વર્ષથી 150 થી વધારે ટ્રીપીંગ/પાવર કટ થયુ છે જેની 11KV- સમય ફિડરમાઅનેક વખત રજૂઆતો કરવા છતાં સોલ્યુશન નહી આવતા રહીશો આ સમસ્યાનું તાત્કાલિક નીવારણ લાવવા મોરબી પીજીવીસીએલના સુપ્રીટેન્ડ ઈજનેરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે…
ટંકારા સમય ફિડરમા આવતા પૂર્વ ભાજપ પ્રમુખ ચંદુભાઈ કણસાગરા, હસુભાઈ બોડા, ભાવેશભાઈ ચંડાટ, અલ્પેશભાઈ ભાલોડીયાએ તેમજ દરેક યુનીટના સભ્યોએ હાજર રહી મોરબી પીજીવીસીએલના સુપ્રીટેન્ડ ઈજનેરને લેખિત તેમજ રૂબરૂ રજૂઆત કરી જણાવ્યું હતું અમે રહિશો સમય ફીડર માં (ટંકારા ડીવીજન) આવેલ છે. આ ફીડરમાં વારંવાર લાઈટ જવા તથા ટ્રીપીંગ પ્રોબલેમ આવેલ છે જેની જાણ ટંકારા ડીવીજનમાં ફોન મારફતે અને લેખિત જાણ કરેલ હતી તેમ છતાં પણ હજુ સુધી સોલ્યૂશન મળ્યું નથી. છેલ્લા એક વર્ષમાં 150 થી વધારે ટ્રીપીંગ પાવર કટ થયુ છે કમ્પ્લેઈન કરવા છતાં સોલ્યુશન નથી થયું. જેથી આ સમસ્યાનું નિવારણ લાવવા રહિશોએ માંગ કરી છે…