આગેવાનો કંઈ કરશે?
20 કી.મી. ની અંદર રહેઠાણ ધરાવનારા પાસેથી પણ ટોલ ટેક્સ વસૂલાય છે
સવા વર્ષ અને હજી પણ વાંકાનેર શહેર અને તાલુકાના નાગરિકો પાસેથી ન જાણે કેટલી રકમ વસૂલાશે?
વાંકાનેર: NHAIના જણાવ્યા અનુસાર, જો કોઈ વાહન માલિકનું ઘર ટોલ પ્લાઝાથી 20 કિમીના અંતરમાં આવે છે, તો તેને ટોલ આપવાની જરૂરિયાત રહેતી નથી. તેના માટે એડ્રેસ પ્રૂફ જેમ કે આધાર કાર્ડ, લાઇટ બિલ કે અન્ય સરકારી ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ. આ નિયમ ‘Pay As You Use’ પોલિસી હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. 


આ પોલિસી GNSS સિસ્ટમ દ્વારા વાહનોનું ટ્રેકિંગ કરે છે અને 24 સપ્ટેમ્બર, 2024થી ઘણા હાઇવે પર પાયલોટ બેઝ્ડ પર લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે સવાલ એ થાય છે કે વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે આ નિયમ ક્યારે લાગુ થશે? અત્રે વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે દ્વિ ચક્રી અને ત્રિ ચક્રી વાહનો તો ટોલ ટેક્સ ભર્યા વિના પસાર થવા દેવામાં આવે છે, પરંતુ ફોર વહીલર વાહનો પાસેથી 20 કી.મી. ની અંદર રહેઠાણ ધરાવનારા પાસેથી પણ ટોલ ટેક્સ વસૂલાય છે, 


વાંકાનેરથી ઢુવા અને મોરબી દરરોજ નોકરીયાતો તથા ધંધાર્થીઓની આવન-જાવન કરનારા પાસેથી મંથલી પાસની રકમ વસૂલાય છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ 24/9/2024 થી 20 કી.મી. ની અંદર રહેઠાણ ધરાવનારાઓ માટે ટોલ પ્લાઝાના ટેક્સ ભરાવાથી મુક્તિ અપાઈ છે, https://hindi.lawrato.com/indian-kanoon/toll-plaza-new-rule માં નીચે મુજબની માહિતી અપાઈ છે.

સવા વર્ષ પહેલાના 20 કી.મી. નો આ નિયમ હજી સુધી વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે કેમ અમલમાં આવ્યો નથી, એ પણ એક સવાલ છે, સવા વર્ષ અને હજી પણ વાંકાનેર શહેર અને તાલુકાના નાગરિકો પાસેથી ન જાણે કેટલી રકમ વસૂલાશે?

હકીકતમાં તો ટોલ પ્લાઝા પર અમુક અવધિ સુધી જ ટેક્સ ઉઘરાવવાનો હોય છે. કદાચ વઘાસીયા ટોલ પ્લાઝા માટે આ અવધિ 20 વર્ષ છે. વળી ટોલટેક્સ અંગેનો નિયમ એવો છે કે બે ટોલ પ્લાઝા વચ્ચે ઓછામાં ઓછું 60 કી.મી. નું અંતર હોવું જોઈએ. વાંકાનેર તાલુકામાં જ હાલમાં બે ટોલ પ્લાઝા છે. એક જ તાલુકામાં બે ટોલ પ્લાઝાનું હોવું, કદાચ ભારતભરમાં વાંકાનેર તાલુકામાં જ હશે. બીજું ટોલ પ્લાઝા ઠીકરીયાળા પાસે છે. ઠીકરીયાળા અને વઘાસીયા ટોલ પ્લાઝા વચ્ચે 31.5 કિ.મિ. નું એટલે કે 60 કી.મી. થી ઓછું અંતર છે.
સવાલ એ છે કે તો આમ છતાં વઘાસીયા પાસે ટોલ પ્લાઝા શા માટે? ઠીકરીયાળા ટોલ પ્લાઝાથી મોરબીનુ અંતર 56.6 કી.મી. છે. નિયમ મુજબ વઘાસિયાને બદલે મોરબીથી 3 કી.મી. દૂર માળિયા મિયાણા રોડ પર હોય તો જ બે ટોલ પ્લાઝા વચ્ચે 60 કી.મી. ના નિયમનું પાલન થયું ગણાય. જો આમ હોય- થાય તો વાંકાનેરથી જિલ્લા મથક મોરબી જવા માટે કોઈ ટોલ ટેક્સ ભરવો પડે નહીં, ધ્યાન કોણ આપશે? ઢુવા અને મોરબી દરરોજ નોકરીયાતો તથા ધંધાર્થીઓની આવન-જાવન કરનારાઓએ એક સંગઠન બનાવી રજુઆત અને લડતનો માર્ગ અપનાવવાની જરૂર છે
