કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અકસ્માતે 1 અને હાર્ટ એટેકથી 1 આધેડનું મોત

વાંકાનેર મોરબી હાઇવે ઉપર મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના નવા ઢુવા ગામે રામ મંદિર સામે જીઓ ટાવર પાસે રહેતા રણજીતભાઈ રમણલાલ માવી જાતે અનુ જાતિ (૪૨)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રિક્ષા નંબર જીજે ૩૬ યુ ૯૧૯૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે મોરબીના જાંબુડીયા ગામની સીમમાં સોરોના સેનેટરી વેર અને શ્રી નીલકંઠ ઇન્ડસ્ટ્રીઝના ગેટ સામે રોડ સાઈડમાં ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલીમાં રીક્ષા ચાલકે પોતાની રીક્ષા પાછળથી અથડાવી હતી. અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા ફરિયાદીના સગા રાધેશ્યામ સીતારામ સૂર્યવંશી (૩૨) રહે. હાલ નવા ઢુવા મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાને કપાળ માથા અને પેડુના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું

હાર્ટ એટેકથી મોત
વાંકાનેર શહેરમાં આવેલ હવેલી શેરી દરબારગઢ પાસે રહેતા તરુણસિંહ ખોડુભા (૫૩) નામના આધેડને ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યે અરસામાં હાર્ટ અટેક આવતા તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.મરણ જનારને પુલ દરવાજે શક્તિ ઇલેક્ટ્રોનિક નામથી દુકાન છે અને તેઓ ઘીયાવડના માજી સરપંચ હતા.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!