વાલાસણ અને ભાયાતી જાંબુડીયામાં પોલીસ કાર્યવાહી
વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે લેબર ક્વાર્ટરમાં ગાંજા સાથે એક શખ્સને પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની મળતી વિગત મુજબ પોલીસને બાતમી મળી હતી કે, મૂળ ઝારખંડનો વતની અને હાલ વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ IYOTA ટાઇલ્સ એલ.એલ.પી. કંપનીના લેબર ક્વાર્ટરમાં ગાંજાનું વેચાણ થાય છે જેથી પોલીસે ત્યાં રેડ કરતા
જ્યાં આરોપી મનોજ પ્રફુલ ગોપ પાસેથી પોલીસ રૂપિયા 16,750 કિમતનો 1 કિલો 675 ગ્રામ વજનનો ગાંજાનો જથ્થો, મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 17,750 નો મુદામાલ જપ્ત કર્યો હતો .
પોલીસે મુદામાલ જપ્ત કરી આરોપી મનોજ પ્રફુલ ગોપની ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસ ખાતે એન.ડી.પી. એસ એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.તો વધુમાં મળતી વિગત મુજબ આરોપી તેના મિત્ર સિંકદર બાનરાની રૂમમાં રહેતો હતો ત્યાંથી જથ્થો રાખતો કેટલા સમયથી અહી જથ્થો આવતો અને વેચાણ થતો કે પીવા માટે ઉપયોગ થતો તેની હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.
વાંકાનેરના વાલાસણ ગામ નજીક જુગાર રમતા 8 શકુનીઓની વાંકાનેર તાલુકા પોલીસે ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિગમાં હતી એ સમયે બાતમી મળતી હતી કે વાલાસણ ગામથી જીવાપર ગામ તરફ જવાના કાચા રસ્તે ખરાબામા જુગાર રમાય રહ્યો છે જેમાં આરોપીઑ
અશોકભાઈ ફુલતરીયા, દિપકભાઈ ફુલતરીયા, સંજયભાઈ ફુલતરીયા, કરણભાઈ ફુલતરીયા, તોફાનભાઈ ફુલતરીયા, વિશાલભાઈ ફુલતરીયા, અનીલભાઈ ફુલતરીયા અને પીંન્ટુભાઈ ફુલતરીયા જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. બધાની અટક ફુલતરીયા છે. પોલીસે રોકડા રૂપિયા 1665વ સહિતના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગાર ધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.