વાંકાનેર: હનુમાનજીના મંદીર પાસે, ગામ, માટેલ, તા. વાંકાનેર ખાતે રહેતા યુવક પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૦ મળી આવતા ધરપકડ કરવામાં આવી છે….

જાણવા મળ્યા મુજબ હનુમાનજીના મંદીર પાસે, ગામ, માટેલ, તા. વાંકાનેર ખાતે રહેતા મહેશ ઉર્ફે મસો ટીડાભાઈ ધેણોજા (ઉ.30) એ ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર પ્લાસ્ટિકના બાચકામા ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ સ્ટગ સુપીરીયર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ ની ફોર સેલ ઈન પંજાબ ઓનલી લખેલ કાચની કંપની શીલપેક ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦ કીં.રૂ.૧૩,૦૦૦/- નો મુદામલા રાખી રેઈડ દરમ્યાન હાજર મળી આવી ગુન્હો પ્રોહી, એક્ટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી) મુજબ નોંધાયો છે…
