વાંકાનેર રેલવે સ્ટેશન પર જામનગર કસ્ટમ વિભાગની કાર્યવાહી
વાંકાનેર: જામનગર કસ્ટમ વિભાગ દ્વારા સોના-ચાંદીના ઝવેરાત સાથે ૩ લોકોની અટકાયત કરાઈ છે.
મળતી માહિતી મુજબ મુંબઈથી રાજકોટ આવી રહેલા ત્રણ લોકોની કસ્ટમ વિભાગ દ્વારા અટકાયત કરી પુછપરછ શરૂ કરાઈ છે. વાંકાનેર રેલવે સ્ટેશન પરથી ત્રણ વ્યક્તિને અટકાયત કરી જામનગર કસ્ટમે કાર્યવાહી હાથ ધરી છે આ ત્રણ શખ્સો પાસેથી અંદાજિત 8 થી 10 કિલો સોનુ અને 25 કિલોની આસપાસ ચાંદી હોવાની આશંકા છે
સમગ્ર બાબતે કસ્ટમ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે, વધુ માહિતી અત્રે ઉપલબ્ધ નથી.