પોલીસને જોઈ એક્ટીવા રેઢુ મુકી મુઠ્ઠીઓ વાળી
વાંકાનેર: પોલીસ ખાતાએ ઢુવા પાસેથી કાર અને એક એક્ટિવાને પ્રોહીબીશનના ગુન્હા હેઠળ કબ્જે કરી નિયમ મુજબની કામગીરી કરી છે…
જાણવા મળ્યા મુજબ ઢુવા ચોકડી પાસે પાસે આવેલ ઓવરબ્રીજની નીચેથી (1) જયદીપભાઈ ચંદુભાઈ ચાવડા (ઉ.19) રહે. લાલપર, તા. મોરબી, હાલ સીરામીક સીટી, ઈ-૩, ૬૦૨, શકતી ચેમ્બર પાછળ (2) તોફીકભાઈ આદમભાઈ લઘાણી ગામ ઢુવા દ્વારકાધીશ હોટલ પાછળ અને (3) સમીરભાઈ હનીફભાઈ મોવર ગામ, હંજીયાસર, તા. માળીયામિયાણા વાળાને આરોપી નંબર (૧) નાઓએ પોતાના હવાલાવાળી હ્યુન્ડાઇ કંપનીની લાલ કલરની આઈ-૨૦ કાર રજી.નંબર GJ-06-KP-3230 કિ રૂ. ૩,૦૦,૦૦૦/- વાળી માં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ જેવું કેફી પ્રવાહી લીટર ૧૦૦ કી.રૂ.૨૦,૦૦૦/- નો હેરાફેરી કરી કુલ કિ.રૂ.૩,૨૦,૦૦૦/-ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઈ જતા તથા આરોપી નં.(૨), નાઓએ દેશી દારૂનો જથ્થો મંગાવી તેમજ નંબર (૩) નાઓએ
દેશી દારૂનો જથ્થો મોકલી આપી તમામ ઇસમોએ ગુન્હામાં એકબીજાની મદદગારી કરતા ગુન્હો.પ્રોહી એકટ કલમ ૬૫(ઇ),૯૮(૨), ૮૧ મુજબ નોંધાયો છે કાર્યવાહી અનાર્મ પો.કોન્સ બ.નં.૫૦૧ વાંકાનેર તાલુકા પો.સ્ટેશન અશ્વિનકુમાર પ્રકાશભાઈ રંગાણી તથા એ.એસ.આઈ. ચમનભાઈ ચાવડાએ કરી હતી…
પોલીસને જોઈ એક્ટીવા રેઢુ મુકી મુઠ્ઠીઓ વાળી
માટેલ ગામની સીમ સનપાર્ક સીરામીક પાછળ વોકળાના કાંઠા પાસે આરોપી તેના એક્ટિવા સાથે ઉભેલ જે પોલીસને જોઇ જતા એક્ટીવા રેઢુ મુકી અંધારામાં બાવળની જાળીમાંથી નાશી ગયેલ એક્ટીવા રજી.નં. GJ-36-AK-4320 નો ચાલક પોતાના હવાલાવાળા એક્ટિવા જેની કી.રૂ.૪૦,૦૦૦/- વાળામાં દેશી દારૂ લીટર ૫૦ કી.રૂ.૧૦,૦ ૦૦/- સાથે કુલ કી.રૂ. ૫૦,૦૦૦/- ના મુદ્દામાલ મુકી નાશી જઈ ગુન્હો પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(ઇ),૯૮(૨) મુજબ નોંધાયો છે…