વિવિધ પ્રોગ્રામોમાં હાજરી આપી સવાબે દારેન હાંસિલ કરવા અપીલ કરાઈ
વાંકાનેર: અહીંના પીરો મુર્શીદ હઝરત પીર સૈય્યદ મીરુમિયાંબાવા સાહેબનો 100 મો ઉર્સ મુબારક ઉજવાશે, જેના પ્રોગ્રામ નિચે મુજબ છે.
5 તારીખ શુક્રવારે: ઈશાની નમાઝ બાદ મિલાદ શરીફ, નાત શરીફ, સૂફી કલામ,
6 તારીખ શનિવારે: સવારે 9 વાગે કુરઆન ખ્વાની, દિવસ દરમ્યાન ગામડાઓથી આવેલ ચાદર પોશી, ઝોહરની નમાઝ બાદ ઝુલુસ: શાબાવાની દરગાહથી નિકળી મીરુમિયાં બાવાની દરગાહે, સાંજે 4 વાગ્યાથી સંદલશરીફની રસમ, સાંજના 5 વાગ્યાથી આમ ન્યાઝ, ઈશાની નમાઝ બાદ તકરીર, આ પ્રોગ્રામ બાદ ન્યાઝ શરીફ.
7 તારીખ રવિવારે: સવારે નવ વાગે કુરઆન ખ્વાની, સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પ, ઈશાની નમાઝ બાદ કવ્વાલી પ્રોગ્રામ.
આ પ્રોગ્રામોમાં હાજરી આપી સવાબે દારેન હાંસિલ કરવા ખુરશીદ હૈદર પીરઝાદા તરફથી અપીલ કરવામાં આવી છે.