કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૮ બોટલ ઝડપાઈ

પીધેલ હાલતમા બાઈક સર્પાકાર રીતે ચલાવતો ઝડપાયો

વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીકથી પોલીસે કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૮ બોટલનો જથ્થો ઝડપી લઈને કાર અને દારૂ સહિત ૪.૪૩ લાખની કિમતનો મુદામાલ કબજે લીધો છે તો આરોપી ફરાર થયો હોય જેથી કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ બાઉન્ડ્રી ખાતે વાહન ચેકિંગ કામગીરી કરતી હોય ત્યારે સફેદ કલરની હુન્ડાઈ વરના કાર જીજે ૧૧ એસ ૮૧૮૮ નો ચાલક પોલીસને જોઇને કાર રેઢી મૂકી નાસી ગયો હતો, જેથી પોલીસે કારની તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૦૮ મળી આવી હતી. પોલીસે ૧૦૮ બોટલ ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૪૩,૨૦૦ અને કાર કીમત રૂ ૪ લાખ મળીને કુલ રૂ ૪,૪૩,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે, તો કાર ચાલક કાર મૂકી નાસી ગયો હોય જેથી આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પીધેલ હાલતમા બાઈક સર્પાકાર રીતે ચલાવતો ઝડપાયો
વાંકાનેરમાં જીનપરા ગૌશાળા રોડ મેહુલ ટેલીકોમ પાસે આરોપી નિર્મલભાઈ ઉર્ફે હકો કીરીટભાઈ સોલંકી રૂ.૧૫૦૦૦ની કિમતના હીરો હોન્ડા સ્પેલેન્ડર મોટર સાયકલ રજી. નંબર GJ-10-Q-8957માં કેફી પ્રવાહી પીધેલ હાલતમા સર્પાકાર રીતે ચલાવતા ડ્રાઇવીંગ લાયસન્સ વગર નીકળતા મળી આવ્યો હતો.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!