વાંકાનેર: તાલુકાના હાલ રંગપરમાં રહેતા મૂળ એમપીના એક મહિલાને રાત્રે ઘરે સુતા હતા, ત્યારે સાપ કરડતા 108 ની ટીમે ત્યાં પહોંચી સારવાર આપી જીવ બચાવ્યો હતો….



જાણવા મળ્યા મુજબ રંગપરમાં રહેતા મૂળ એમપીના યુવતી મંજુબેન અનિલભાઈ માવી (ઉંમર:- 20 વર્ષ) ને રાત્રે ઘરે સુતા હતા, ત્યારે સાપ કરડતા રાત્રે 02:51 કલાકે 108 ની ટિમ જકાતનાકા વાંકાનેર હતી, ત્યાંથી EMT:- હિતેશભાઈ જાપડા અને પાઇલોટ:- રવીભાઈ દેવમુરારી રંગપર પહોંચેલ અને તાત્કાલિક સારવાર આપેલ કૃત્રિમ શ્વાસ ERCP ડો. મહેશ સર જણાવ્યા મુજબ ટ્રીટમેન્ટ આપેલ હતી અને મહિલાનો જીવ બચાવ્યો હતો….