રસ્તામાં રાત્રીના ભાયાતી જાંબુડીયાના બોર્ડ પાસે ડિલિવરી થઇ
વાંકાનેર: તાલુકાના ભીમગુડા ગામના એક મહિલાને પ્રસવ પીડા ઉપડતા 108 ને ફોન આવતા તાત્કાલિક ટિમ દોડી ગઈ હતી અને કટોકટીનો સમય હોઈ ભાયાતી જાંબુડીયાના બોર્ડ પાસે નોર્મલ ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરવામાં આવી હતી…



જાણવા મળ્યા મુજબ ભીમગુડા ગામના ચંદાબેન જગદીશભાઈ ચારલા (ઉંમર: 23) ને પ્રસવ પીડા ઉપડતા રાત્રીના 9.00 વાગે 108 ની ટીમને કોલ આવ્યો હતો, આથી ટિમ તાબડતોબ ભીમગુડા પહોંચી હતી, રસ્તામાં ભાયાતી જાંબુડીયાના બોર્ડ પાસે ડિલિવરી થઇ હતી, EMT તરીકે હિતેશભાઈ ઝાપડા અને 108 ના પાયલોટ તરીકે રાજદીપસિંહ જાડેજા હતા, નોર્મલ ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ થઈ હતી માતા અને બાળક તંદુરસ્ત છે, બાદમાં બંનેને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા, ERCP ડો. મિહિર સરના માર્ગદર્શન મુજબ જરૂરી ટ્રીટમેન્ટ આપેલ હતી…
