મકતાનપર આંણદપર રોડ પર અકસ્માત
વાંકાનેર: આજે પાડધરા રોડ પાસે મકતાનપર આંણદપર રોડ પર ચામુંડા ચેમ્બર સામે કોઈ અજાણ્યા માણસનો અકસ્માત થતા જીનપરા જકાત નાકાની એમ્બ્યુલન્સને 18:39 ટાઈમે ખબર મળેલ, જેમાં સ્થળ પર જઈને જોતા અજાણ્યો પુરુષ બેભાન હાલતમાં હતો, અને 




તેના સાથે કોઈ ન હતું એમની ઉંમર 28 થી 30 વર્ષ જેટલી હતી એમ્બ્યુલન્સ EMT હિતેશભાઈ ઝાપડા અને પાયલોટ રવિ ભાઈ દેવમુરારી ERCP ડો. ટી. આર. પટેલ સાહેબની સલાહ પ્રમાણે પૂરતી ટ્રીટમેન્ટ આપી વધારે સમય ના બગાડતા વાંકાનેર સિવિલ હોસ્પિટલ પહોંચાડી ફરજ પ્રત્યેની નિષ્ઠા પૂરવાર કરી છે…
