કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સાવડીના શખ્સ પાસેથી 11 બોટલ ‘ઈંગ્લીશ’ મળ્યો

કેફી પ્રવાહી પીધેલ હાલતમાં ડ્રાઇવીંગ કરતા ત્રણ પકડાયા

ટંકારા: તાલુકાના સરૈયા ગામ લક હોટલની નજીકથી સાવડીના એક શખ્સ પાસેથી 11 બોટલ ‘ઈંગ્લીશ’ દારૂ મળી આવી અને સપ્લાયર તરીકે હરબટીયાળી ગામના એક શખ્સનું નામ ખુલતા પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે…ટંકારા પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ સરૈયા ગામ લક હોટલની નજીકથી પ્રિન્સભાઈ મગનભાઇ ભાગીયા (ઉ.વ.૨૧) રહે. હાલ સાવડી ગામ પશુ દવાખાના વાળા પાસેથી ઇંગ્લીશ દારૂની બોટલો ડીલક્ષ વ્હિસ્કી નં.૧૧ કિ.રૂ.૧૫૬૨/- મળી આવી હતી, જે બોટલો કોની પાસેથી મેળવેલ છે, તેમ પુછતા હરબટીયાળી ગામના ગીરીષભાઇ સંઘાણી પાસેથી લીધેલ હોવાની હકીકત જણાવતા બંને વિરૂધ ગુન્હો-પ્રોહી એકટ કલમ-૬૫(એ), ૧૧૬(બી), ૮૧ મુજબ નોંધાયેલ છે….કાર્યવાહી ટંકારા પોલીસ સ્ટેશનના આર્મ એ.એસ.આઇ. ભાવેશભાઇ ઘીરજલાલ વરમોરા, પો.હેડ કોન્સ. દશરથસિંહ રણજીતસિંહ ચાવડા, પો.કોન્સ. કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા, તેજાભાઈ આણંદભાઇ ગરચર તથા પંકજભા પ્રવિણભા ગુઢડા દ્વારા કરવામાં આવી હતી…કેફી પ્રવાહી પીધેલ હાલતમાં ડ્રાઇવીંગ કરતા ત્રણ પકડાયા
(1) ટંકારા ગોકુલનગર ભરવાડવાસમાં રહેતા કનુભાઇ લક્ષ્મણભાઈ ઝાપડા મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ-06-AM-6196 ટંકારા નગરનાકા પાસેથી (2) ધુનડા (ખા) ના લાલજી પરબતભાઇ આલ રીક્ષા રજીસ્ટર નંબર- GJ-03-BU-9241 ખીજડીયા ચોકડી પાસેથી અને

(3) ટંકારા ઉગમણા નાકે ઝુંપડામાં રહેતા રમેશ બાબુભાઇ ગામડ ટ્રક રજીસ્ટર નંબર- GJ-03-AT-1848 ખીજડીયા ચોકડી પાસેથી કેફી પ્રવાહી પીણુ પીધેલ હાલતમાં ડ્રાઇવીંગ કરતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫, ૩-૧૮૧ તથા પ્રોહી એકટ કલમ-૬૬-૧-બી, મુજબ નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!