વાંકાનેર: મોરબી જિલ્લામાં ફરજ બજાવતા કુલ 52 રેવન્યુ ક્લાર્ક અને રેવન્યુ તલાટીને નાયબ મામલતદાર વર્ગ-3 તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની જિલ્લા કલેક્ટર કચેરીઓ ખાતે મહેસૂલી કારકુન વર્ગ-3 તથા મહેસૂલી તલાટી વર્ગ-3 તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને નાયબ મામલતદાર વર્ગ-3 તરીકે બઢતી આપવામાં આવી છે.
ત્યારે મોરબી જિલ્લામાં આ પ્રકારના 52 કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં જાણવા મળ્યા મુજબ વાંકાનેરના નીચે મુજબના 11 કર્મચારીઓનો સમાવેશ થાય છે.
(1) જાહિદહુસૈન અબ્દુલ માથકિયા (2) રમેશ કલ્યાણભાઈ સોલંકી (3) બકુલભાઈ અમરશીભાઈ વાણિયા (4) રામજીભાઈ ઘનશ્યામભાઇ હેરમાં (5) શૈલેષકુમાર વાલજીભાઈ રાઠોડ (6) હસમુખ અંબારામભાઈ કણઝરીયા (7) ફિરોઝ ઉસ્માન માથકીયા
(8) જયરાજસિંહ છત્રસિંહ પરમાર (9) વિજયકુમાર જલારામ ચાવડા (10) કલ્પેશકુમાર અરજણભાઈ રથવી (11) કુલદિપસિંહ ઈંદુભા જાડેજા
કમલ સુવાસ સૌ કર્મચારીઓને શુભેચ્છા પાઠવે છે.