વાંકાનેર: તાલુકાના રાતીદેવડીના એક ખેતરમાં છોડ તથા ગાંજાના પાંદડા-ડાંખળા મળી કુલ વજન ૧૧ કિલો ૬૬૦ ગ્રામ કુલ કિં.રૂ. ૧,૧૬,૬૦૦/- ના મુદ્દામાલ સાથે કોળી ખેડૂતની ધરપકડ કરેલ છે…


જાણવા મળ્યા મુજબ એસઓજીના સ્ટાફને બાતમી મળેલ કે નવી રાતીદેવડીથી તીથવા જવાના રસ્તે આસોઇ નદીના કાંઠે આવેલ મલ્લાવાળી સીમ તરીકે ઓળખાતી સીમમાં વાડીમાં ગાંજાના છોડનુ વાવેતર કરેલ છે અને ગાંજાના છોડ વાઢી તેને સુકવી તેનુ વેંચાણ કરવાની ફીરાકમાં છે. આથી એસઓજીની ટીમ ગાડીઓ લઇ પંચો તથા વિડીયોગ્રાફર સાથે ત્રાટકી સફેદ કલરનો આંખી બાયનો શર્ટ તથા સફેદ કલરનુ પેન્ટ પહેરેલ બચુભાઈ રાણાભાઇ સાંકરીયા જાતે-કોળી (ઉ.વ.૮૦) રહે. રાતીદેવડી, તા.વાંકાનેર ના ખેતરના શેઢે-શેઢે દક્ષિણ તરફ આસોઇ નદી તરફના શેઢે એક પાકી સુરાપુરાની દેરી આવેલ હોય જેના ઉપર ગુજરાતીમાં “રાણાબા” લખેલ હોય જે દેરીના ઓટલા ઉપર ગાંજાના છોડ સૂકવવા રાખેલ હતા, ખેતરમાં ઇલેકટ્રીક મીટર ન હોય પરંતુ બાજુના શંભુભાઈ રામજીભાઈ વિરસોડીયા રહે. તિથવા, તા.વાંકાનેર વાળાના ખેતરમાંથી ઇલેકટ્રીક લાઇટ મેળવેલ, તપાસ કરતા ઉત્તર દક્ષિણ પટ્ટાનુ ખેતર હોય જેમાં સુરાપુરની દેરી સામે બીજા કયારામાં પાલકના છોડ વાવેલ જોવામાં આવેલ બાદમાં એફ.એસ.એલ. અધિકારીશ્રી એ.વી.પઢીયાર સાહેબ તથા સર્કલ ઓફીસર-ર વાંકાનેર કુલદિપસિંહ ખોડુભા જાડેજા રહે, વાંકાનેર, દિગ્વીજયનગર, પેડક સોસાયટી, તથા રેવન્યુ તલાટીશ્રી રાતીદેવડી ગ્રામ પંચાયત શ્રી દિલીપસિંહ ગજુભા રાઠોડ તથા પોલીસ કોન્સ. કમલેશભાઇ ખાંભલીયા તોલમાપ કરનારશ્રી ઇરફાનભાઈ રહીમભાઈ તરીયા રહે. વાંકાનેર, સિપાઈ શેરી વાળાએ જરૂરી કામગીરી બજાવેલ આમ,


મજકુર ઇસમએ ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના મુળ સહિતના અર્ધ સુકાયેલ છોડ નં ગ-૧૯૦ જેનુ ચોખ્ખુ વજન ૫ કિલો ૬૦૫ ગ્રામ કિં.રૂ.૫૬,૦૫૦/- તથા વનસ્પતિ જન્ય માદક પદાર્થના ગાંજાના ડાંખળા -પાંદડા જેનુ ચોખ્ખુ વજન ૬ કિલો ૦૫૫ ગ્રામ કિં.રૂ.૬૦,૫૫૦/- ના પોતાના કબ્જા વાળા ખેતરમાં વાવેતર કરી છોડને વાઢી-કાપી સુકવી વેંચાણ કરવાની ફીરાક કરતા રેઇડ દરમ્યાન વનસ્પતિજન્ય માદક પદાર્થ મુળ સહિતના છોડ તથા ગાંજાના પાંદડા-ડાંખળા મળી કુલ વજન ૧૧ કિલો ૬૬૦ ગ્રામ કુલ કિં.રૂ. ૧,૧૬, ૬૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા મજકુર ઇસમએ એન. ડી.પી.એસ એકટ-૧૯૮૫ ની કલમ-૮(સી), ૨૦(એ) (બી) મુજબ ગુન્હો નોંધાયેલ છે…
આ કામગીરી એસ.ઓ.જી. સ્ટાફના કલ્યાણભાઈ રામભાઈ કેસરિયા, એ.એસ.આઈ. મુકેશભાઇ વાલજીભાઈ જોગરાજીયા, મનસુખભાઇ મથુરભાઇ દેગામડીયા, પોલીસ હેડ કોન્સ. જુવાનસિંહ ભરતસિંહ રાણા, પોલીસ કોન્સ. કમલેશભાઈ કરશનભાઈ ખાંભલીયા, અંકુરભાઇ લાલજીભાઇ ચાંચુ તથા ડ્રાઇવર પો.હેડ કોન્સ. અશ્વિનભાઇ જશાભાઇ લાવડીયા દ્વારા કરવામાં આવી હતી..


