કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

માટેલમાં ‘વિદેશી’ ની ૧૨ બોટલ પકડાઈ

ટ્રાફિક નિયમના ભંગ સબબ અને નશો કરી વાહન ચાલવતા કાર્યવાહી

વાંકાનેર: તાલુકાના હાલ માટેલમાં રહેતા એક શખ્સ મોટર સાયકલમાં ‘વિદેશી’ ની હેરા ફેરી કરતો પકડાયો છે, તથા ટ્રાફિક નિયમના ભંગ સબબ પાંચ અને નશો કરી વાહન ચાલવતા એક સામે પોલીસ કાર્યવાહી થઇ છે….

જાણવા મળ્યા મુજબ હાલ માટેલ રહેતા મહેશભાઈ ભોપાભાઈ ધરજીયા (ઉ.30) રહે. મુળ અમરાપર તા.થાન જી સુરેન્દ્રનગરવાળા પાસે ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ સ્ટગ, સુપીરીયર વ્હીસ્કી, ૭૫૦ એમ.એલ. ની ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલ કાચની કંપની શીલપેક ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨ કી.રૂ.૧૫, ૬૦૦/- વાળી પોતાના હવાલાવાળા સુજુકી કંપનીના બર્ગમેન સ્ટ્રીટ મોટર સાયકલમાં વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતા કુલ કી.રૂ. ૮૫,૬૦૦/- ના મુદ્દામાલ સાથે નીકળી મળી આવતા ગુન્હો પ્રોહી. એક્ટ કલ૬૫(એ)(એ), ૧૧૬(બી), ૯૮(૨)મુજબ નોંધાયો છે…

ટ્રાફિક નિયમના ભંગ સબબ:
દલડીના વજાભાઇ જહાભાઈ મુંધવા (2) ચંદ્રપુરના ઈમ્તિયાઝ હુસેનભાઇ ઉમરેઠીયા (3) અમરસરના મુન્નાભાઈ હરેશભાઇ ચાવડા (4) તીથવાના ખોડાભાઈ મયાભાઈ ફાંગલીયા અને (5) વાંકાનેર મનમંદિર સોસાયટીમાં રહેતા ચંદુભાઈ ગેલાભાઇ સારલા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી થઇ છે જયારે વાંકાનેર ભાટિયા સોસાયટી ગોંડલીયા હોસ્પિટલ પાસે રહેતા ભાવેશ નંદલાલભાઈ પાટડીયા નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા પોલીસે પકડેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!