કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પચ્ચીસ વારિયા વિસ્તારમાં 12 મકાનો તોડી પાડયા

500 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાવી: ચીફ ઓફિસર

વાંકાનેર: અહીં વરસાદી પાણીના ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે ગઈ કાલે નગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારે ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને એક સાથે કુલ મળીને કાચા પાકા 12 જેટલા મકાનો તોડી પાડીને વરસાદી પાડીને નિકાલને ખુલ્લો કરવામાં આવ્યો હતો.

વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરવૈયા પાસેથી મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં આવેલ પચ્ચીસ વરિયા વિસ્તારમાં જે વરસાદી પાણીના નિકાલ માટેનો વોકળો હતો તે વોકળાની જગ્યા ઉપર કાચા પાકા મકાનો બાંધી લેવામાં આવ્યા હતા તેને તોડી પાડવા માટે થઈને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ

ગઈ કાલે વાંકાનેર નગરપાલિકા દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે 8 પાકા મકાનો તથા 4 કાચા પાકા મકાનો આમ કુલ મળીને 12 જેટલા મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યારે વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડા તેમજ ત્રણ પીઆઇ, પીએસઆઇ વિગેરેનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને કુલ મળીને 500 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે તેવી વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસરે માહિતી આપી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!