વાંકાનેર : તાલુકાના લાલપરમાં એક શ્રમિક પરિવારની 12 વર્ષની બાળકીને ગળેફાંસો આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.



જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ એક સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા અમરસિંહભાઈ રાદુભાઈ ડામોરની 12 વર્ષની પુત્રી સંજુબેનને કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે બપોરના સમયે ગળાફાંસો આવી જતા શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે તપાસ શરૂ કરી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ સાડીના બાંધેલ હિંચકામાં કોઈ કારણોસર ગળું આવી ગયું હતું..

