અત્યારે જખૌથી 180 કિલોમીટર દૂર
ભારે વરસાદ પડશે- વાંકાનેરવાસીઓ સાચવજો
અન્ય જગાએ ક્યાં કેવું વાવાઝોડુ ફૂંકાશે?
સાંજ સુધીમાં કચ્છના જખૌ દરિયાકાંઠે ત્રાટકે તેવી શકયતા
વાંકાનેર,તા.૧પ: આજે કચ્છ, જામનગર, દ્વારકામાં અતિશય ભારે વરસાદની, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, મોરબીમાં ભારેથી અતિ ભારે વરસાદની, ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ઉપરોક્ત વધુ અસરગ્રસ્ત થનાર સાત જિલ્લા ઉપરાંત આવતીકાલે અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર, દિવમાં ૫૦થી ૬૦ કિ.મી., સોમનાથ અને જુનાગઢ જિ.માં ૬૦થી ૮૦ કિ.મી. અને રાજકોટ, પોરબંદર જિલ્લામાં ૮૦થી ૧૦૦ કિ.મી.,
મોરબી જિલ્લામાં ૧૦૦થી ૧૨૦, અને રાજ્યમાં સૌથી વધારે જામનગર, દ્વારકા,કચ્છ જિલ્લામાં ૧૨૫-૧૩૫ કિ.મી.ઝડપે વાવાઝોડુ ફૂંકાવા ચેતવણી મૌસમ વિભાગ દ્વારા જારી કરાઈ છે.
મહા વિનાશક વાવાઝોડું બિપોરજોય આજે સાંજ સુધીમાં કચ્છના જખૌ દરિયાકાંઠે ત્રાટકે તેવી શકયતા વચ્ચે કચ્છનો દરિયો ગાંડોતુર બન્યો છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.
બિપોરજોય બપોરથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં જખૌ બંદર પાસે ટકરાય તેવી શક્યતા છે. જ્યારે આ બિપોરજોય વાવઝોડું ટકરાશે ત્યારે ત્રણથી ચાર કલાક સુધી લોકોને બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.
આ વાવાઝોડું જ્યારે સંભવતઃ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખૌ બંદર નજીક ટકરાય ત્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં 125થી 140 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
કચ્છમાં લેન્ડફોલ કર્યા બાદ બિપોરજોય વાવાઝોડું ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પણ વ્યાપક અસર પહોંચાડી શકે તેમ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.