ટાઉન હોલ પાસે અને મોમીન શેરીમાં દરોડા
વાંકાનેર: અહીંની સીટી પોલીસે શહેરમાં બે અલગ અલગ જગાએ દરોડા પડી કુલ 13 જણાને જુગાર રમતા 89,500 રૂપિયા સાથે પકડેલ છે…











જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પોલીસે શહેરના ટાઉન હોલ પાસે માર્કેટ ચોકમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (1) મુકેશભાઈ નાજાભાઇ ગોહેલ- રહે. ભરવાડપરા (2) સંજય નાજાભાઇ ગોહેલ-રહે. રામચોક (3) કલ્પેશભાઇ બાબુભાઇ મહેતા- રહે. મેઈન બજાર (4) અતાહુસેન હાતીમભાઇ ત્રિવેદી- રહે. વોરાવાડ (5) મુકેશ વિકાણી- રહે. ગાયત્રી મંદિર સામે (6) રહે. મુસ્તુફા સબીરભાઈ હામીદ-વોરાવાડને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 9400 કબજે કર્યા હતા. દરોડા દરમિયાન આરોપી મુકેશ વિકાણી અને આરોપી મુસ્તુફા શબિરભાઈ હામિદ નાસી જતા પોલીસે તમામ છ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધી નાસી ગયેલા બન્ને આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે…














બીજા પોલીસ દરોડામાં મોમીન શેરી જુમ્મા મસ્જિદ પાસે મકાનની દીવાલોની ઓથમાં (1) જાકીરહુશેન ઇસ્માઇલભાઇ મેસાણીયા રહે. વાલાસણ (2) આહમદભાઈ ઉસ્માનભાઈ શેખ રહે. મોમીન શેરી (3) સલીમભાઈ ઇબ્રાહીમભાઈ થીમ રહે. 2, લક્ષ્મીપરા (4) સાકીરભાઈ સકીલભાઇ મેસાણીયા રહે. મોમીન શેરી (5) જુબેરભાઈ અબ્દુલકરીમભાઇ બોરડીવાલા રહે. મોમીન શેરી (6) ફયાજહુશેન મહમંદહનીફભાઈ કડીવાર રહે. 2, લક્ષ્મીપરા (7) જાકીરભાઈ ઉસ્માનભાઈ ભોરણીયા રહે. મોમીન શેરી વાળાને રૂપિયા 80,100 સાથે પકડીને કાયદેસર કાર્યવાહી કરેલ છે….
