સાત લાખ એંસી હજાર જેટલી રોકડ કબ્જે
વાંકાનેર: તાલુકાના મોટા ભોજપરા અને ઢુવામાં પોલીસ ખાતાએ દરોડા પડી કુલ તેર માણસોને પકડયા છે.જાણવા મળ્યા મુજબ પહેલા દરોડામાં મોટા ભોજપરા ગામના ચોરા પાસે જાહેરમા સ્ટ્રીટ લાઇટના અજવાળે ગેરકાયદેસર જુગાર રમતા (1) ઉમેશભાઈ રમેશભાઈ ચૌહાણ (ઉ.વ.25) (2) ધરમશીભાઇ છનાભાઇ વિંજવાડીયા (ઉ.વ.36) અને (3) રજનીકભાઈ રાજેશભાઇ વિંજવાડીયા (ઉ.વ.21) રહે. બધા મોટા ભોજપરા વાળાને રોકડા રૂ. ૧૧,૭૦૦/- સાથે પકડી જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધેલ છે….
બીજા દરોડામાં ઢુવા ગામ વરમોરા કારખાના પાછળ આવેલ મીરેકલ સીરામીક નામના બંધ કારખાનાના સેડમાં શિવ પેલેટ નામે જગ્યા ભાડે રાખી તેના રૂમ માં બહારથી માણસો બોલાવી (1) યશવંતભાઈ મગનભાઈ દલસાણીયા રહે. રવાપર ઘુનડા રોડ ક્રિષ્ના સ્કૂલ સામે શકિત ટાઉનશીપ લોટસ એપાર્ટમેન્ટ, ગામ, સજનપર, તા. ટંકારા (2) અમિતભાઈ દલીચંદભાઈ વરમોરા પટેલ રહે. મોરબી આલાપ રોડ ખોડીયારનગર પટેલ સોસાયટી સી બિલ્ડીંગ, ગામ નવા દેવળીયા, તા. હળવદ, (3) પ્રકાશભાઈ શિવાભાઈ ચાપાણી પટેલ રહે. ગામ, બેલા રંગપર, તા. મોરબી (4) જીતેન્દ્રભાઈ પ્રભુભાઈ માલાસણા પટેલ રહે. ગામ નવા દેવળીયા, તા. હળવદ, અને (5) વિપુલભાઈ ખીમજીભાઈ અમૃતિયા પટેલ ગામ જેતપર વાળાને રોકડ રૂ ૧૫૬૦૦૦ ના મુદામાલ સાથે પકડેલ છે. આરોપી નંબર ૧ નાએ પોતાના કબ્જા ભોગવટા વાળા કારખાનાના સેડના રૂમમાં બહારથી આરોપી નં ૨ થી ૫ ને બોલાવી જુગાર રમાડતા જુગારધારા કલમ ૪ ૫ મુજબ ગુન્હો નોંધેલ છે…
ત્રીજા દરોડામાં રાજેશભાઇ જીવરાજભાઈ પટેલ રહે. મોરબી રવાપર રોડ ફ્લોરા-૧૫૮ જી એપાર્ટમેન્ટ ફ્લેટ નં .૯૦૧ તા.જી.મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટા વાળા સેનીટેક સેનીટરીવેર (રાધે આર્ટસ) નામના કારખાનાના ગોડાઉનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા પકડાયા છે. પોલીસ ખાતાએ (1) રાજેશભાઈ જીવરાજભાઈ મેંદપરા રહે. મોરબી રવાપર રોડ ફ્લોરસ-૧૫ ૮ જીએપાર્ટમેન્ટ ફ્લેટ નં.૯૦૧ (2) ચંદ્રકાંતભાઈ બચુભાઈ સાદરીયા રહે. મોરબી રવાપર ગામ બી-૧ ટાવર એસ.પી.રોડ ફ્લોરા-૨૦૨ (3) દીપ્તેશભાઈ જગજીવનભાઈ વામજા રહે. જમના એપાર્ટમેન્ટ બ્લોક નં-૧૦૧ રવાપર રોડ મોરબી (4) વાસુદેવભાઈ મગનભાઈ ગઢીયા રહે. મોરબી પ્રમુખ રેસીડન્સી શુકન-૭૦૪ રવાપર રોડ અને (5) રસીકભાઈ ચતુરભાઈ ઘેટીયા રહે. મોરબી રવાપર રોડ ગોલ્ડન એલીટા એપાર્ટમેન્ટ -૯૧વાળાને પકડી 6,04,500 રૂપિયાના મુદામાલ સાથે પકડી જુગારધારા કલમ ૪-૫ મુજબ ગુન્હો નોંધેલ છે…