કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હથિયાર બંધી/ દારૂ/ડ્રગના 14 કેસ

અલગ અલગ કેસમાં આરોપી સામે ધોરણસરની કાર્યવાહી

વાંકાનેર તાલુકામાં ગુન્હાખોરી વધી રહી છે. વીતેલા દિવસમાં અલગ અલગ 14 જેટલા અલગ અલગ કેસમાં આરોપી સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(1) વાંકાનેરમાં આરોપી દીપકભાઇ હીરાભાઇ સારલા માટેલ રોડ ઢુવા સર્કલ પર પોતાના કબ્જામાં લાકડાનો ધોકો રાખી મળી આવ્યો હતો.

(2) વાંકાનેરમાં આરોપી જેતુનબેન રાયધનભાઈ મોવર વીશીપરા શેરી નંબર-૨ ના નાકા પાસે રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવી હટી. (3) વાંકાનેરમાં આરોપી હીરાભાઇ અરજણભાઇ ધેણોજા ઢુવા-માટેલ રોડ,માટેલ સીમ,અમરધામ પાસે રોડ પર રૂપિયા ૧૨૦ની કિમતના ૬ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. (5) વાંકાનેરમાં આરોપી મનજીભાઇ છગનભાઇ સરાવડીયા સરતાનપર ગામે તેના રહેણાંક મકાને રૂપિયા ૩૦૦ની કિમતના ૧૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. (6) વાંકાનેરમાં આરોપી અમરશીભાઇ પ્રેમજીભાઇ માંડાણી ઠીકરીયાળી ગામના ઝાંપા પાસે રોડ પર રૂપિયા ૮૦ની કિમતના ૪ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. (7) વાંકાનેરમાં આરોપી સંજયભાઇ ધીરૂભાઇ કોંઢીયા પંચાસીયા ગામે ગોજારી જવાના રસ્તે કબ્રસ્તાન પાસે બાવળ ઝાડ નીચે રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. (8) વાંકાનેરમાં આરોપી ધમેન્દ્રસિંહ ઉર્ફે ધમભા નટુભા ઝાલા વઘાસીયા જી.આઈ.ડી.સી રોમેક્ષ કારખાના પાસે રૂપિયા ૨૪૦ની કિમતના ૧૨ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

(9) વાંકાનેરમાં આરોપી વીજુબેન હરજીભાઇ માથાસુરીયા ઢુવા-માટેલ રોડ સોમાણી ફાઇન સીરામીક સામે રૂપિયા ૨,૦૦૦ની કિમતના ૧૦૦ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી. (10) વાંકાનેરમાં આરોપી ગીતાબેન ગોરધનભાઇ માથાસુરીયા મોરબી વાંકાનેર હાઇવે વરમોરા સીરામીક પાછળ પાવર હાઉસની બાજુમાં સનરાઇસ સીરામીકની સામે બાવળની ઝાડીમાં રૂપિયા ૬૦૦૦ની કિમતના ૩૦૦ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. (11) વાંકાનેર તાલુકા પોલીસે ચોક્કસ બાતમીને આધારે માટેલ રોડ એચ.પી. પંપની બાજુમાં દ્વારકાધીશ હોટલ પાછળ દરોડા પાડતા આરોપી ચિંતન સુરેશભાઇ પરમાર રૂપિયા ૫૦૦ની કિમતના ૨૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

જ્યારે તેનો સાગરીત આરોપી જયદીપ હેમતભાઇ કુણપરા હજાર મળી ન આવતા પોલીસે તેને કાયદાના સકંજામાં લેવા પોલીસે તજવીજ હાથ ધરી હતી. (12) વાંકાનેર સીટી પોલીસે ચોક્કસ બાતમીના આધારે જાલી ગામની સીમમાં આવેલા આરોપી પાચા રૂપાભાઈ ઉર્ફે ભુપત રંગપરાના ઝૂપડામાં દરોડા પાડ્યા હતા. જ્યાં રૂપિયા ૯૭૫ની કિમતની વિદેશી દારૂની બે બોટલ અને બિયરના ૩ નંગ ટીન મળી આવ્યા હતા. જ્યારે આરોપી આવ્યો હતો. જ્યારે આરોપી પાચા સ્થળ પર મળ્યો ન હતો.જેથી પોલીસે મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

(13) મોરબી એસ.ઓ.જી. ટીમના પી આઈ એમ પી પંડ્યાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમા હોય દરમિયાન સ્ટાફના કિશોરદાન ગઢવી અને ફારૂકભાઇ પટેલને બાતમી મળી હતી કે આરોપી સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઇ બ્લોચ રહે ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ સામે વાંકાનેર અને રજાકભાઇ આમદભાઇ ઘાંચી રહે માધાપર મોરબી બંન્ને અવાર નવાર સાંજના સમયે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર દરીયાલાલ હોટલ નજીક પાનેલી રોડ જે મોરબી વાંકાનેર નેશનલ હાઇવેના સર્વીસ રોડ પર ભેગો થાય છે તે સર્વીસ રોડ પર પાનેલી જવાના રસ્તામાં ખુણા પાસે માદક પદાર્થ પાવડર પોતાના ગ્રાહકોને આપવા જાય છે.

હાલ તે નંબર પ્લેટ વગરના હોન્ડા સાઇન મોટર સાયકલ લઇ પોતાના કબજામાં માદક પદાર્થ પાવડર લઇને મોરબી વાંકાનેર નેશનલ હાઇવે સર્વીસ રોડ ઉપર પોતાના તેના ગ્રાહકોને વેચાણ કરવા જનાર છે.તેવી બાતમીના આધારે તપાસ કરતા નંબર પ્લેટ વગરના હોન્ડા સાઇન મોટર સાયકલ પર આરોપીઑ સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઇ બ્લોચ અને રજાકભાઇ આમદભાઇ ઘાંચી નીકળતા પોલીસે તેને ઝડપી પાડી તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો 64.૨૦ ગ્રામ કીમત રૂ.૬,૪૨,૦૦૦, મોબાઈલ નંગ ૨ કીમત રૂ.૩૦૦૦, રોકડ રકમ રૂ.૪૪૬૦ અને હોન્ડા સહીત એમ કુલ મુદામાલ કીમત રૂ.૭,19,૪૬૦ સાથે ઝડપી પાડી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

તો પુછપરછ દરમિયાન સાજીદ ઉર્ફે સાજલો એ આ ડ્રગ્સનો જથ્થો આરોપી રજાક ઉર્ફે લાલો પાસેથી લીધેલ હોવાની કબુલાત આપી હતી તો રજાકે આ જથ્થો મ ઓર્બીના માધાપર શેરી ૫ માં રહેતા જુનેદભાઈ હનીફભાઈ પરમાર પાસેથી લીધેલ હોવાની કબુલાત આપતા જુનેદને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!