કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરના ૧૪૭ ને મળી ટ્રેક્ટર ખરીદીમાં સહાય

મોરબી જિલ્લાને એજીઆર-૫૦ ટ્રેક્ટર સહાય યોજના હેઠળ ૧૭૧૦ લાભાર્થી ખેડુતોનો લક્ષ્યાંક

વાંકાનેર: મોરબી જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારની કલ્યાણકારી કૃષિ યોજનામાં ટ્રેક્ટર ખરીદવા મળતી સહાયનો લાભ લઈ રહ્યા છે. ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં મોરબી જિલ્લાના કુલ ૭૩૬ ખેડૂતોને રૂ.૩૭૦.૫૦ લાખની એ.જી.આર. ૫૦ હેઠળ ટ્રેક્ટરની ખરીદી પર સહાયની રકમ ચૂકવવામાં આવી છે. જેમાં ૯૯ સીમાંત ખેડૂતોને રૂ.૫૦.૫૦ લાખ અને ૨૪૩ નાના ખેડૂતોને રૂ.૧૨૦.૩૦ લાખ અને ૩૯૪ મોટા ખેડૂતોને રૂ.૧૯૯.૬૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે. કુલ ૭૩૬ ખેડૂતો પૈકી ૧૦૩ મહિલા ખેડૂતોને રૂ.૫૨.૯૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

મોરબી જિલ્લામાં તાલુકા કક્ષાએ નજર કરીએ તો ૭૩૬ ખેડૂતો પૈકી ટંકારાના ૧૨૫, વાંકાનેરના ૧૪૭, હળવદના ૨૩૮, માળીયાના ૯૭ અને મોરબીના ૧૨૯ ખેડૂતોએ આ ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લીધો છે.

તેમજ એજીઆર-૫૦ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ માં ૪૭૪ ખેડૂતોને રૂ. ૪૫,૦૦૦ની સહાય પેટે રૂ. ૨૧૩.૩૦ લાખ અને ૨૬૨ ખેડૂતોને રૂ. ૬૦,૦૦૦ ની સહાય પેટે રૂ. ૧૫૭.૨૦ લાખ આમ કુલ ૭૩૬ ખેડૂતોને રૂ. ૩૭૦.૫૦ લાખની ચુકવણી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત સરકારશ્રી દ્વારા મોરબી જિલ્લાને એજીઆર-૫૦ ટ્રેક્ટર સહાય યોજના હેઠળ ૧૭૧૦ લાભાર્થી ખેડુતોનો લક્ષ્યાંક આપવામાં આવેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!