21250 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે: સીટી પોલીસની કામગીરી
વાંકાનેર: અહીંની સીટી પોલીસે ગઈ કાલે બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી જુગાર રમતા 15 શખ્સોને પકડી પાડયા છે.
મળેલ માહિતી મુજબ પહેલો દરોડો નવા જીઆઇડીસી વિસ્તારમાં પાડેલ, જેમાં આરોપી તરીકે યશ વિવેકભાઈ મારુ, યશ પ્રકાશભાઈ બરભાયા, બુરહાન હુસેનભાઈ હાથી, નિકુંજ સંજયભાઈ સોઢાર, અઝીઝ મુસ્તુફાભાઈ પરાવાળા, ઋષિ વિનેશભાઈ જોબનપુત્રા, લાલા વજેરામભાઈ મઢવી અને રમેશ વિવેકભાઈ મારુની રૂપિયા 13,550 ની કિંમતના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે.
બીજા દરોડો ધર્મનગરમાં પાડવામાં આવેલ, જેમાં વશરામ નાજાભાઈ દેગડા, ભાવેશ દિનેશભાઈ મકવાણા, મંગલ રાજુભાઈ ગાંગડ, શૈલેષ જેસાભાઈ કોબીયા, મયુર મગનભાઈ સોલંકી અને સુરેશ વશરામભાઈ દેગડાની રૂપિયા 7,500 ની કિંમતના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે.
આ કામગીરીમાં પીઆઇ સોલંકી સાહેબ, હેડ કોન્સ્ટેબલ વાય. ડી. પરમાર, જે. વી. ચાવડા, એ. એસ. અગોલતર, આર. એસ. જેજાડીયા જોડાયેલ હતા.