મોરબી જિલ્લામાંથી 5 જિલ્લા બહાર અને જિલ્લા બહારથી 3 મોરબી જિલ્લામાં મુકાયા
ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં તાજેતરમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લામાં નાયબ મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. ગુજરાતના વહીવટી તંત્રમાં અચાનક હડકંપ મચી ગયો છે. ગુજરાતના વહીવટી તંત્રમાં મહત્વના ગણાતા નાયબ મામલતદાર કક્ષાના 157 અધિકારીઓની અચાનક બદલી કરી દેવામાં આવી હતી. આ બદલીઓ પણ જિલ્લો કે જિલ્લાની આસપાસ નહી પરંતુ સીધી જ પૂર્વથી પશ્ચિમ જેવી બદલીઓ કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં થયેલ બદલીઓની વિગત નીચે મુજબ છે…
મોરબી જિલ્લામાંથી (1) જગદીશ એમ. મેણીયા બોટાદ ખાતે, (2) એમ. બી. કણજારીયા સુરેન્દ્રનગર, (3) એ. બી. રાઠોડ સુરેન્દ્રનગર, (4) કે. એમ. રોય ખેડા અને (5) સી. આર. પરમાર વડોદરા ખાતે મુકાયા છે, જયારે (1) એસ. કે. ફેફર જામનગરથી, (2) એચ. બી. ગઢવી જામનગરથી અને (3) બી. ડી. ચાવડા બોટાદથી મોરબી જિલ્લામાં મુકાયાના સમાચાર મળ્યા છે….