રાજકોટ: પરિવારોમાં કાળો કલ્પાંત મચ્યો છે. સિવિલ ખાતે આખી રાત પોસ્ટમોર્ટમ ચાલ્યું. મૃતકોના નામ આ મુજબ છે…
(૧) લોકમાન્ય તિલક ટાઉનશીપમાં હરદેવભાઈ સુરેશભાઈ પરમાર (ઉ.વ.૩૩)એ સાતમા માળેથી પડતું મુકી જીવન ટુંકાવ્યું
(૨) મોરબીના જયંતિભાઈ છગનભાઈ ટાંક (ઉ.વ.૬૫)નું કાગદડી પાસે વાહન સ્લીપ થતાં મૃત્યુ
(3) ઘંટેશ્વર સનરાઇઝ પ્રાઈમના ભુમિકાબેન મેહુલભાઈ ઠાકર (ઉ.વ.૩૯)નું બ્રેઈન કેન્સરને કારણે મૃત્યુ
(૪) રૈયાધાર સ્લમ ક્વાર્ટરના વીણાબેન શૈલેષભાઈ ભટ્ટ (ઉ.વ.૪૯)નું પણ કેન્સરથી મૃત્યુ. તબિબે પોલીસ કેસ જાહેર કરતાં પોસ્ટમોર્ટમ કરાયું
(૫) પારેવડી ચોક સદગુરૂધામ એપાર્ટમેન્ટમાં રહેતાં બારદાનના વેપારી નિતીનભાઈ લક્ષ્મીદાસ કેસરીયા (ઉ.વ.૫૮)નું હાર્ટ એટેકથી મૃત્યુ
(૬) કોઠારીયા રાધેશ્યામ સોસાયટીના મણીબેન કુરજીભાઇ સખીયા (ઉ.વ.૮૦)એ અગાસીએ સળગીને આત્મ હત્યા કરી
(૭) મોચીબજાર શ્રધ્ધાનંદ હરિજનવાસના કમલેશભાઇ વિનુભાઈ સોલંકી (ઉ.વ.૪૭)નું હૃદય બંધ પડી જતાં મોત
(૮) જામનગર રોડ સ્લમ ક્વાર્ટરના ધનજીભાઈ ગોવિદભાઈ વાઘેલા (ઉ.વ.પપ)નું ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશન સામે ચા પીતી વખતે ઢળી પડતાં મૃત્યુ
(૯) કોઠારીયા રોડ ઘનશ્યામનગરના ઠાકરશીભાઈ ગોબરભાઈ ખસીયા (ઉ.વ.૫૭)નું હાર્ટ એટેકથી મૃત્યુ
(૧૦) કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળે રહેતાં મંજુબેન રમેશમાઈ પરમાર (ઉં.વ.૫૩)નું હાર્ટએટેકથી મોત
(૧૧) બાડમેર રાજસ્થાનના રૂખારામ ભીખારામ બેનીવાલ (ઉ.વ.૪૫)નું શાપર પાસે અકસ્માતમાં મૃત્યુ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ
(૧૨) દોઢસો રીંગ રોડ લક્ષ્મીછાંયા સોસાયટીના સુરેશભાઈ મગનભાઈ વાળા (ઉ.વ.૫૪)નું બેભાન હાલતમાં મૃત્યુ
(૧૩) જય ખોડીયાર સોસાયટીના શોભનાબેન કિશોરભાઈ પરમાર (ઉ.વ.૫૮)નું વાહનની ઠોકરે ચડી જતાં મૃત્યુ
(૧૪) પારેવડી ચોક ઇઝી બેકરી પાસે રહેતાં નઈમ હુશેનભાઈ (ઉ.વ.૨૪)નો ગળાફાંસો ખાઇ આપઘાત
(૧૫) કોઠારીયા રોડ તિરૂપતી સોસાયટીના દયાબેન આશિષભાઈ સોલંકી (ઉ.વ.૩૬)નું પ્રસુતિની પીડા ઉપડયા બાદ હોસ્પિટલમાં મોત
(૧૬) બેડી ચોકડી મેલડી માતાના મંદિર પાસે લીમડાના ઝાડમાં લટકી અજાણ્યા પુરૂષે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો
(૧૭) લીંબડી પાસે રિક્ષા પલ્ટી ખાઈ જતાં ઘવાયેલા વઢવાણના હસીનાબેન યુસુફભાઈ પરમાર (ઉ.વ.૪૨)નું સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું.