વાંકાનેરમાં સિઝનનો કુલ વરસાદ 147 મિમિ (છ ઇંચ જેટલો)
વાંકાનેરનું આજે તાપમાન 27 થી 33 ડિગ્રી રહેવાનું અનુમાન છે. પવનની ગતિ 17 થી 30 કિમિ.પ્રતિ કલાકનું અનુમાન છે. વરસાદ વરસવાની 96 ટકા શક્યતા છે. ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં આખા જુલાઈ માસમાં 15 દિવસની વરસાદ વરસ્યાની એવરેજ છે.
છેલ્લા 24 કલાકમાં વાંકાનેરમાં 18મીમી વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદ માળીયા મિયાણા તાલુકામાં 39 મીમી એટલે કે, દોઢ ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ હળવદ તાલુકામાં માત્ર 5 મીમી વરસાદ જ નોંધાયો હતો.
મોરબી ફ્લડ કન્ટ્રોલ રૂમના સતાવાર આંકડા મુજબ મોરબીમાં છેલ્લા 24 કલાકમાં માળીયા મિયાણામાં 39 મીમી, મોરબીમાં 22મીમી, ટંકારામાં 19મીમી અને હળવદ તાલુકામાં 5 મીમી વરસાદ નોંધાયો હતો.