ટંકારા તાલુકામાં ઓટાળા ગામે ચક્કર આવતા પડી જવાથી બેભાન થયેલી યુવતીનું મોત નીપજ્યું છે….
જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકામાં ઓટાળા ગામે હર્ષદભાઈ ઘોડાસરાની વાડીએ રહી મજૂરી કામ કરતાં પરિવારના શારદીબેન રતનભાઇ રાઠવા આદિવાસી નામની 18 વર્ષીય યુવતીને પગપાળા જતા સમયે ચક્કર આવતા પડી જવાથી તેણીને બેભાન હાલતમાં
મોરબીની સિવિલે સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યાં તેઓને જોઈ તપાસીને ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરી હતી અને બનાવ અંગે એ ડિવિઝન પોલીસમાં જાણ કરતા સ્ટાફના વાલભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે ટંકારા પોલીસને જાણ કરી હતી…