છેલ્લા બે વર્ષથી હરરાજીમાં પાલિકાને લાખોની આવક થાય છે
અગાઉ વાંકાનેર પાલિકા દ્વારા નજીવી રકમમાં મેળાનું મેદાન આપી દેવાતું હતું
વાંકાનેર: વાંકાનેરમાં મેળાના મેદાનની પાલિકા કચેરી ખાતે હરરાજી રાખવામા આવી હતી. જેમાં કુલ મળીને ૯ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બોલી બોલવામાં આવી હતી.
સૌથી ઊંચી ૧૯.૫૧ લાખની બોલી લગાવી હતી; જેથી કરીને મેળા માટેનું મેદાન પાલિકા દ્વારા આ વર્ષે ૧૯.૫૧ લાખમાં આપવામાં આવ્યું છે.
વાંકાનેર પાલિકા દ્વારા મેળાના મેદાન માટે હરરાજી કરવામાં આવી હતી, જેમાં કુલ મળીને ૯ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો.
અત્રે ઉલેખનીય છે કે, સામાન્ય રીતે અગાઉ વાંકાનેર પાલિકા દ્વારા નજીવી રકમમાં મેળાનું મેદાન આપી દેવાતું હતું પરંતુ ગત વર્ષે રાજકીય સમરાંગણ હતું; જેથી કરીને હરરાજી કરીને મેદાન આપવામાં આવ્યું હતું, ત્યારે મેળાનું મેદાન ૧૧.૫૧ લાખમાં આપવામાં આવ્યું હતું.
આ વર્ષે પાલિકામાં મેળાના મેદાન માટેની હરરાજી કરવામાં આવી હતી. વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પણ ત્યાં હજાર રહ્યા હતા.પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા હરરાજીની પ્રક્રિયા કરવામાં આવી હતી, તેમાં જુદા જુદા લોકો દ્વારા મેળાના મેદાન માટે શરૂઆતમાં ૨.૮૦ લાખથી બોલી લગાવૈ હતી.
સૌથી ઊંચી ૧૯.૫૧ લાખની બોલી ફિરોજભાઈ ઠાસરિયા દ્વારા લગાવવામાં આવી હતી, જેથી મેળા માટેનું મેદાન પાલિકા દ્વારા તેને આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી મેળાના મેદાન માટે હરરાજી કરવામાં આવે છે જેથી કરીને પાલિકાને લાખો રૂપિયાની આવક થાય છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ