કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

રાજકોટ લોકસભાની ચૂંટણી માટે 19 હજાર કર્મચારીઓ

તા.29થી પાંચ દિ’ સૌરાષ્ટ્ર યુનિ.માં AROનો તાલીમ વર્ગ

રાજકોટ: લોકસભાની ચૂંટણી માટે ચૂંટણીપંચે એકશન મોડમાં આવી તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે 19 હજાર કર્મચારીઓની યાદી તૈયાર કરી દેવામાં આવી છે.

જે પૈકીના 12તી 13 હજાર જેટલા કર્મચારીઓને ચૂંટણી ફરજ પર લેવામાં આવનાર છે. લોકસભાની ચૂંટણી પહેલા બે રેન્ડમાઈઝેશન થશે. જેમાં પ્રથમ રેન્ડમાઈઝેશનમાં 120 ટકા સ્ટાફ જયારે બીજા રેન્ડમાઈઝેશનમાં 110 ટકા સ્ટાપને રખાશે જેમાં 10 ટકા સ્ટાફને રિઝર્વ રાખવામાં આવશે.

લોકસભાની ચૂંટણી માટે રાજકોટ ખાતે આગામી તા.29 જાન્યુઆરીથી તા.2 ફેબ્રુઆરી એમ પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, ઉપરાંત મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને સુરેન્દ્રનગર એમ 12 જિલ્લાના આસી. રિટર્નીંગ ઓફીસરોનો તાલીમ વર્ગ યોજાશે. જેમાં 54 અધિકારીઓને માસ્ટર્સ તાલીમ અપાશે. અધિકારીઓના આ તાલીમ વર્ગનું સ્થળ સૌરાષ્ટ્ર યુનિ. નિયત કરી દેવામાં આવેલ છે. ચૂંટણી પંચના તજજ્ઞો દ્વારા અધિકારીઓને લોકસભાની ચૂંટણી સંદર્ભે આ તાલીમ પુરી પડાશે. રાજયમાં રાજકોટ ઉપરાંત ગાંધીનગર, વડોદરા, અને સુરત એમ ચાર ઝોનમાં આ તાલીમ વર્ગ આયોજીત કરવામાં આવેલ છે.

લોકસભાની ચૂંટણીમાં આ વખતે વધુને વધુ મતદાન થાય એ માટે ઈવીએમ મશીનોનું નિદર્શન પણ શરૂ કરી દેવામાં આવેલ છે. ગત ચૂંટણીમાં જે વિસ્તારોમાં ઓછુ મતદાન થવા પામેલ હતું તેવા વિસ્તારોમાં આ વખતે વધુ મતદાન થાય તે માટે ભાર ચૂકવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં આ અંગે જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવનાર છે. જીલ્લા ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણી માટે સ્ટેશનરી સહિતના માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!