ડૉ.જાવેદ મસાકપુત્રાને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે મૂકવામાં આવ્યા
વાંકાનેર: ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્રારા ગુજરાત આરોગ્ય સેવા, વર્ગ-૨ માં ફરજ બજાવતા એકસામટા 144 જેટલા તબીબી અધિકારીની સ્વવિનંતીથી/જાહેર હિતાર્થે બદલી કરવામાં આવી છે.
આ તબીબી અધિકારીઓની બદલીમાં વાંકાનેર તાલુકાના બે સહિત મોરબી જિલ્લામાં કુલ ચાર ડોક્ટરોની બદલી કરવામાં આવી છે.
જેમાં વાંકાનેર તાલુકામાં મેસરીયા પીએચસીમા ફરજ બજાવતા ડૉ.જાવેદ મસાકપુત્રાને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સ્વવિનંતીથી મૂકવામાં આવ્યા છે. જ્યારે વાંકાનેરના ઢુવા પીએચસીમાં સેવા બજાવતા ડૉ. ધવલ રાઠોડને જિલ્લા તાલીમ ટિમ મોરબીમાં જાહેર હિતાર્થ મૂકવામાં આવ્યા છે.