બહારના જિલ્લામાંથી 4 PSI મોરબી જિલ્લામાં મુકાયા
રાજ્યમાં પોલીસ વિભાગમાં એક પછી એક બઢતી અને બદલીના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સોમવારે PSI ને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા બાદ, ગઈ કાલ 8 એપ્રિલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત 182 બિનહથિયારધારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરોની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લાના નીચે મુજબના બે PSI નો પણ સમાવેશ થાય છે. ઉપરાંત બહારના જિલ્લામાંથી ત્રણ PSI ને મોરબી જિલ્લામાં બદલી કરાઈ છે…
(1) પટેલ સંદીપકુમાર ઈશ્વરભાઈને અમદાવાદ ગ્રામ્યમાં અને (2) ધાંધલ મુળુભા જીવાભાઇને રાજકોટ શહેરમાં મુકવામાં આવ્યા છે, જયારે ભાવનગરથી તિવારી હરેશકુમાર શ્યામભાઈને (2) છોટા ઉદેપુરથી સાંગાણી અલ્પાબેન કુરજીભાઈ અને (3) રાજકોટ શહેરમાંથી ગઢવી હિરેન નરશીભાઈની અને (4) પાટણથી વાણીયા નિરવને મોરબી જિલ્લામાં બદલી કરાઈ છે…