વાંકાનેર: આ કેસની વિગત એવી છે કે આ કામના ફરીયાદી રવિભાઈ જયંતીભાઈ ચૌહાણ રહે. મોરબી વાળા પાસેથી આરોપી ચાડ અશોકભાઈ પાંચાભાઈએ મિત્રતાના દાવે આજથી એક વર્ષ પહેલા રૂ.૧,૬૦,૦૦૦ (અંકે રૂપિયા એક લાખ સાંઇઠ હજાર પુરા) હાથ ઉછીના લીધેલ, જે લેણી રકમ ફરીયાદીએ પરત માંગતા આરોપીએ તેમના ખાતાનો ચેક આપેલ; જે ચેક ફરીયાદીએ તેમના ખાતામાં જમા કરતા તારીખ ૦૩/૦૧/૨૦૨૪ ના રોજ અપૂરતા ભંડોળ (FUNDS INSUFFICIENT) ના શેરા સાથે પરત ફરેલ. જેથી
ફરીયાદીએ તા.૨૩/૦૧/૨૦૨૪ ના રોજ આરોપીને ડિમાન્ડ નોટીસ આપેલ; તેમ છતાં આરોપીએ નાણાં ચૂકવેલ નહિ. જેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ રિયાજ એ.ખોરજીયા તથા પરવેજ આર. બરીયા મારફત તા.૦૫/૦૩/૨૦૨૪ ના રોજ આરોપી ચાડ અશોકભાઈ પાંચાભાઈ સામે માળીયા(મી.) ના જ્યુડી. મેજી. ફર્સ્ટ ક્લાસ સાહેબ સમક્ષ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેંટ એક્ટ ની કલમ 138 હેઠળ
ફરીયાદ દાખલ કરેલ, જે કેસ તા.૩૦/૧૨/૨૦૨૪ ના રોજ ચાલી જતા માળીયા(મી.) ના જ્યુડી. મેજી. ફર્સ્ટ ક્લાસ જે.જે.ગઢવી સાહેબ દ્વારા ફરીયાદી તરફેના વકીલ રિયાજ એ.ખોરજીયા તથા પરવેજ આર. બરીયાની દલીલ તથા રજૂ કરેલ પુરાવા માન્ય રાખી આરોપી ચાડ અશોકભાઈ પાંચાભાઈ રહે. નાની બરાર, તા.માળીયા(મી) વાળાને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેંટ એક્ટ ની કલમ 138 હેઠળ આરોપીને
૨ વર્ષ ની સાદી કેદ ની સજા તેમજ ૧,૭૦,૦૦૦ (અંકે રૂપીયા એક લાખ સિતેર હજાર પૂરા) દંડ તથા તે દંડમાંથી ફરીયાદીને ૧,૬૦,૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ સાંઇઠ હજાર પુરા) વળતર પેટે ચૂકવવાનો તેમજ દંડ ન ભરે તો વધુ ત્રણ માસ સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.
આ કામે ફરીયાદીના વકીલ તરીકે
આર.પી. એસોસીએટ ના વકીલ રિયાજ એ.ખોરજીયા, પરવેજ આર. બરીયા, બિલાલ આઇ. ખોલેરા તથા સોયબ એમ. રાઉમા રોકાયેલ હતા, જેમની ઓફિસ આર .પી. એસોસીએટ, રામ ચોક, ગેલેકસી કોમ્પલેક્ષ, બીજો માળ, કે.કે.સ્ટીલની સામે, શનાળા રોડ, મોરબી ખાતે આવેલ છે અને સંપર્ક નંબર રિયાજ એ. ખોરજીયા (એડવોકેટ) 9712825490 તથા પરવેઝ આર. બરીયા (એડવોકેટ) 6351921661 છે. ઉલ્લેખનીય છે કે રિયાજ એ. ખોરજીયા કોઠારીયા (વાંકાનેર) ના વતની છે…