ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 11,043 મૃત્યુ સરકારી ચોપડે નોંધાયેલા છે
વડોદરા શહેરમાં કોરોનાના નવા વેરીએન્ટનો પ્રથમ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા મહિલા દર્દી અમેરિકાથી આવ્યા છે. અમેરિકામાં તેમણે ફાઈઝર નામની વેક્સિનનો ડોઝ લીધો છે. તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં પોઝિટિવ આવતા બીએફ1ના લક્ષણો દેખા દેતા તંત્ર ચિંતિત બન્યું છે. જેથી તેમને નોમ સિકવોન્સગ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા છે.
છેલ્લા રીપોર્ટ અનુસાર ગુજરાતમાં 20 કેસ એક્ટિવ છે, અને તે તમામ 20 કેસ સ્ટેબલ છે. માર્ચ 2020થી માંડીને અત્યાર સુધી ગુજરાતમાં કુલ 12,77,495 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાના સત્તાવાર આંકડા મળી રહ્યા છે. પણ બિનસત્તાવાર આંક આનાથી મોટો હોઈ શકે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 11,043 મૃત્યુ સરકારી ચોપડે નોંધાયેલા છે. આમ ગુજરાત સરકારે અધિકારીક સ્વરૂપે જાહેર કર્યા મુજબ ગુજરાતમાં કોવિડ19થી સાજા થવાનો દર 99.13 ટકા છે.