નેતાઓને બોર્ડની ટીમમાં ચેરમેન વાઇસ ચેરમેન પદની ભેટ આપી શકે છે
આગામી લોકસભાની ચૂંટણીમાં 26 -26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો છે. આ ચૂંટણી પૂર્વે ગુજરાતના નેતાઓને બોર્ડની ટીમમાં ચેરમેન વાઇસ ચેરમેન પદની ભેટ આપી શકે છે તેવી ભાજપના નેતાઓને આશા બંધાય છે. હાલ દિવાળી સ્નેહ મિલનના નામે કાર્યકરો સાથે ચૂંટણી લક્ષી બેઠકો શરૂ કરી દેવાય છે. હવે ત્રણ રાજ્યોના આવેલા પરિણામો બાદ ભાજપ વધુ સક્રિયતા સાથે લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે તૈયાર થઈ ચૂક્યું છે





આગામી દિવસોમાં મતદારોનો સીધો સંપર્ક થાય તેવા આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ માર્ચ- 2024 પછી લોકસભાની ચૂંટણી યોજાનાર છે. જેમાં ગુજરાતની 26 પૈકી 20થી વધુ બેઠકો ઉપર ભાજપ નવા ચેહરાને ટિકિટ આપીને નવી પેઢીને આગળ કરશે. જેમ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કર્યુ છે તેવી જ રીતની તૈયારીઓ ચાલી રહી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં કેન્દ્રને રાજ્યની યોજનાઓનો ભરપૂર પ્રચાર પસાર કરીને મતદારો સાથે સીધો સંપર્ક કરવાના આયોજનમાં લાગી ગયું છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
