લાકડધારનો યુવાન પીધેલ હાલતમાં મોટર સાયકલ ચલાવતા પકડાયો
વાંકાનેર: ઢુવા જાહેર રોડ પર એક ૨૦ વર્ષની છોકરી દારૂ ભરેલ પ્લાસ્ટીકની કોથળીઓ નંગ-૧૦ દેશી દારૂ લીટર-૫૦ કિ.રૂ. ૧૦,૦૦૦/-નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે મળી આવતા અને બીજા બનાવમાં લાકડધારનો ર૮ વર્ષનો યુવાન મોટર સાયકલ પીધેલ હાલતમાં ચલાવતા પોલીસ ખાતાએ પકડયો છે…


જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢુવા જયકો સીરામીક સામે જાહેર રોડ પર પાયલ અનીતભાઈ સાડમીયા/દેવીપુજક (ઉ.વ.૨૦) રહે. ત્રરમોડા તા. ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળી દેશી દારૂ ભરેલ પ્લાસ્ટીકની પ લીટરની કોથળીઓ નંગ-૧૦ કેફી પ્રવાહી દેશી દારૂ લીટર-૫૦ કિ.રૂ. ૧૦,૦૦૦/-નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે મળી આવતા પ્રોહિ, કલમ-૬૫(ઈ) મુજબ ગુન્હો નોંધાયો છે, કાર્યવાહી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ અના. પોલીસ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ મેલાભાઈ કલોતરા દ્વારા કરવામાં આવી હતી…


લાકડધારનો યુવાન પીધેલ હાલતમાં મોટર સાયકલ ચલાવતા પકડાયો
બીજા બનાવમાં લાકડધારના અજયભાઈ મંગાભાઈ ગીંગોરા (ઉ.28) હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી. નં, GJ-36-AQ-1423 કી.રૂ. ૪૦,૦૦૦/- વાળુ ડ્રાઇવીંગ લાયસન્સ વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં ડ્રાઇવીંગ કરતા મળી આવતા એમ.વી.એકટ કલમ ૧૮૫,૩-૧૮૧ તથા પ્રોહી. કલમ ૬૬(૧)બી મુજબગુન્હો નોંધાયો છે…
