માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા ભરેલું પગલું
વાંકાનેર: શહેરના વીસીપરા વિસ્તારમાં રહેતી એક યુવતીને તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા મમ્મી-દીકરી વચ્ચે બોલાચાલી બાદ આ મામલે લાગી આવતા યુવતીએ પોતાના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે…


મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેરના વીસીપરા વિસ્તારમાં શંકરના મંદિર વાળી શેરીમાં રહેતા હેતલબેન પ્રવિણભાઈ રાઠોડ (ઉ.વ. 20) નામની યુવતીને તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા માતા-પુત્રી વચ્ચે બોલાચાલી બાદ આ બાબતનું લાગી આવતા યુવતીએ પોતાના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

