૩૫ હજારનો દંડ પણ ફટકાર્યો
લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો
વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી અનેક વખત દુષ્કર્મ આચરવાના ગુનામાં આજે સ્પેશ્યલ પોક્સો અને ફાસ્ટ ટ્રેક કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૩૫ હજારનો દંડ ફટકાર્યો છે તેમજ ભોગ બનનારને આરોપી ચુકવે તે દંડની રકમ સહીત રૂ ૪.૩૫ લાખનું વળતર ચુકવવા આદેશ આપ્યો છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતા શ્રમિક પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ થયાની ૧૩-૦૨-૨૦૨૩ ના રોજ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે આરોપી મિથુન ઉર્ફે મિતનીયો જામસિંગ છગન ચૌહાણ રહે મધ્યપ્રદેશ વાળો ભગાડી ગયો હતો અને 
સગીરાને અલગ અલગ સ્થળોએ લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું વાંકાનેર તાલુકા પોલીસે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લીધો હતો અને આરોપી વિરુદ્ધ મોરબીના વિશેષ ન્યાયાધીશ (પોક્સો કેસ) અને અધિક સેસન્સ જજ કમલ રસિકલાલ પંડ્યા સાહેબની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી
જે કેસ ચાલી જતા સરકારી વકીલ એન ડી કારિયાએ કોટમાં ધારદાર દલીલો રજુ કરી દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને સ્પે. પોક્સો કોર્ટે આરોપી મિથુન ઉર્ફે મીતનીયો જામસિંગ ચૌહાણને કસુરવાન ઠેરવ્યો હતો કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩ મુજબ ગુનામાં ૫ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ તથા ભારતીય દંડ સંહિતાની 
કલમ ૩૬૬ મુજબના ગુનામાં સાત વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ, ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (૨) (જે) (એન), ૩૭૬ (3) ની સાથે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ, ૨૦૧૨ ની કલમ ૫ (એલ)< ૬ મુજબના ગુનામાં ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૦.૦૦૦ દંડ ફટકારવામાં આવ્યો છે
તેમજ ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના અંતર્ગત ભોગ બનનાર સગીરાને રૂ ૪ લાખ અને આરોપી જે દંડની રકમ રૂ ૩૫ હજાર ભરે તે મળીને કુલ રૂ ૪,૩૫,૦૦૦ વળતર ચુકવવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબીને હુકમ કરવામાં આવ્યો છે..
