કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

22 થી 25 ડિસે. દરમિયાન રાજ્યમાં ભારે ઠંડીની શક્યતા: અંબાલાલ પટેલની આગાહી

29 ડિસે થી 20 જાન્યુ. વચ્ચે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ શક્યતા

        ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે અરબ સાગરથી આવતા ભેજના કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં માવઠાની અસર વર્તાતી હતી. બીજી બાજુ આકાશમાં વાદળો છવાયેલા રહેતા જોઇએ એવી ઠંડી પડી રહી નહોતી. પરંતુ આગામી 22 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશમાં ભારે હિમવર્ષનાની શક્યતા રહેતા રાજ્યમાં ભારે ઠંડીની શક્યતા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે.

        અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નાતાલ બાદ રાજ્યમાં ઠંડીની તીવ્રતા વધશે અને 29 ડિસે થી 20 જાન્યુઆરી વચ્ચે હવામાનમાં ફરીથી પલટી આવી શકે છે જેના કારણે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અથવા તો માવઠાની પણ શક્યતા છે. સામાન્ય રીતે આકાશમાં વાદળો આવતા ઠંડી ઘટે છે. પરંતુ જાન્યુઆરી 30-31માં હવામાન પલટો આવી શકે છે. 22 ડિસેમ્બર પછી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બરની શરૂઆતમાં જ હવામાનમાં પરિવર્તન આવશે ડિસેમ્બરની શરૂઆતમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધુ રહેતો અને ચક્રવાતોની અસર દક્ષિણ ભારતમાં થશે. અરબી સમુદ્રમાં પણ તેની અસર વર્તાશે

        જાન્યુઆરી 2023માં 11થી13 તારીખે પણ પલટો આવી શકે છે. દરિયાકિનારે પવન રહેવાની શક્યતા પણ અંબાલાલ પટેલે એવી છે અને કહ્યુ છે કે આ વખતે ઠંડી અને વાદળછાયા વાતાવરણની શક્યતા છે. બીજી બાજુ ઉ. ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 5 ડિગ્રી નીચું તાપમાનની શક્યતા છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!