વાંકાનેરમાં આજે સવારે છ વાગ્યા પછીથી વરસાદ શરુ થયો
રાજ્યમાં 22 લોકોને ઈજા થઈ છે: કાલથી નુક્સાનીની સર્વે થશે શરૂ : રાહત કમિશનર
વાંકાનેર: બિપરજોય વાવાઝોડાએ દ્વારકા અને કચ્છમાં તબાહી મચાવી છે. જો કે હાલ આ વાવાઝોડાની આંખની પાકિસ્તાનમાં પ્રવેશવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાનું રાહત કમિશનર જણાવી રહ્યા છે.
ગાંધીનગરથી રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું કે, દ્વારકામાં વધુમાં વધુ 60 કિમી ઝડપે પવન ફુંકાયો હતો. કચ્છમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. સમગ્ર રાજ્યમાં 940 ગામડાઓમાં વીજપોલ ધરાશાયી થયા છે.
રાહત આપનાર વાત એ છે કે માનવ મોતની કોઇ ઘટના ધ્યાને આવી નથી. જો કે 22 લોકોને ઈજા થઈ છે. 24 પશુઓના મોત થયા છે. આ વચ્ચે આવતીકાલે પાટણ – બનાસકાંઠામાં અતિભારે વરસાદ થશે. આવતીકાલથી નુકસાની સર્વેની કામગીરી શરુ કરાશે.
આજે સવારે 6 વાગ્યે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન મોરબી જિલ્લામાં ટંકારામાં 28 મીમી, માળીયામાં 11 મીમી, મોરબીમાં 22 મીમી વરસાદ નોંધાયો હતો.
જો કે, આજે સવારે છ વાગ્યા સુધીના વરસાદના આંકડામાં વાંકાનેર અને હળવદમાં શૂન્ય વરસાદ નોંધાયો હતો.
વાંકાનેરમાં છ વાગ્યા પછીથી વરસાદ ચાલુ થઇ ગયો છે. પવન બહુ વધારે નથી. ધાબડીયું વાતાવરણ છે. આકાશમાં વીજળી નથી થતી. વધુ વિગતો મેળવાઈ રહી છે.