જાણ થાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવી
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા આધેડની પુત્રી મકરસંક્રાતિના આગલે દિવસે ગુમ થવાની ઘટના બની છે….


જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા રમેશભાઈ ગોકળભાઈ વોરા (ઉ.58) નામના આધેડની પુત્રી સોનલબેન (ઉ.24) ગત તા.13 જાન્યુઆરીના રોજ રાત્રીના સમયે ઘેરથી કહ્યા વગર જતી રહેતા રમેશભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે. ગુમ થયેલા સોનલનેન શરીરે પાતળા બાંધાના, ઘઉંવર્ણા છે. ઉંચાઈ આશરે સવા પાંચ ફૂટ અને મોઢું લંબગોળ છે. ઘેરથી નિકળા ત્યારે સોનલબેને સફેદ અને ગુલાબી કલરનું ટોપ, કાળા કલરની કુર્તિ અને કાળા કલરનું સ્વેટર પહેર્યું હતું.સોનલબેન વિશે કોઈને જાણ થાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવી…
