કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કારખાનામાં ડમ્પર હડફેટે 25 વર્ષીય યુવાનનું મોત

મરણ જનારે તાજેતરમાં જ લગ્ન કરેલ

વાંકાનેર: તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક કારખાનામાં ડમ્પર હડફેટે 25 વર્ષના એક યુવાનનું મોત નીપજ્યું છે….

જાણવા મળ્યા મુજબ મરણ જનાર આદેશ જમાદાર પાવરા (ઉ.વ.૨૫) રહે. હાલ સરતાનપર રોડ સોપરાઇટ પેપરમીલના લેબ૨ ક્વાર્ટરમાં તા.વાંકાનેર મુળ રહે. તલાવડી પોસ્ટ. લકડકોટ તા.સહાદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) વાળા સોપરાઇટ પેપર મીલમાં કંપાઉન્ડમાં કામકરતો હતો તે વખતે

ડમ્પર રજી.નં. GJ-13-AW-3529 નો ચાલકે પોતાના હવાલાવાળું વાહન ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી આદેશને હડફેટ લઇ પછાડી દઇ છાતીના ભાગે ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે તા.૨૨/૦૪/૨૦૨૫ ના રોજ મરણ જતા ડમ્પર રજી.નં.GJ-13 -AW-3529 ના ચાલકે ગુન્હો કર્યાનું નોંધાયેલ છે….
જાણવા મળેલ છે કે આદેશે આશરે ચારેક મહિના પહેલા એમના ગામના ઇન્દાસભાઈ પાવરાની દીકરી નિર્જલા પાવરા સાથે ભાગીને લગ્ન કરેલ હતા અને છેલ્લા ત્રણેક મહિનાથી સરતાનપર રોડે કામ કરતા હતા પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ કલમ-૧૦૬(૧),૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા M.V.ACT કલમ ૧૭૭, ૧૮૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!