ટ્રાફિકના નિયમ ભંગ સબબ નવ જણા સામે કાર્યવાહી
વાંકાનેર: જીનપરામાં રહેતા બે ભાઈઓ સામે ઈંગ્લીશ દારૂની બોટલો અંગે પોલીસે કાર્યવાહી કરી છે તો ટ્રાફિકના નિયમ ભંગ સબબ કાર્યવાહી નવ જણા સામે પણ કાર્યવાહી થઇ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર જીનપરા શેરી નં-૧૦ પાસે મકાનમાં રફીક જુમાભાઈ કુરેશીએ પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો પરપ્રાતિય કંપની શીલ પેક ઇંગલીશ દારૂની ૭૫૦ એમ.એલ ની બોટલો નંગ-૨૬ 
કી.રૂ. ૩૩,૮૦૦/-નો પ્રોહી મુદામાલ આપી હાજર મળી આવેલ, આરોપી સાહીલ જુમાભાઈ કુરેશીએ ગેરકાયદેસર દારૂ વેચાણ કરવાના આશયથી રાખી રેઈડ દરમ્યાન આરોપી હાજર મળી આવતા ગુન્હો-પ્રોહી.એકટ કલમ-૬૫ એ, ૧૧૬બી, ૮૧ મુજબ પોલીસ ખાતાએ 
નોંધ્યો છે… કાર્યવાહી હેડ કોન્સ. વાંકાનેર સીટી વિશ્વરાજસિંહ પ્રવીણસિંહ ઝાલા, હેડ કોન્સ. ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ વાધડીયા, વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, પો.કોન્સ રાણીંગભાઇ નાજભાઇ ખવડ તથા હીતેન્દ્રસિંહ મનુભા ઝાલા દ્વારા કરવામાં આવી હતી….
ટ્રાફિકના નિયમ ભંગ સબબ કાર્યવાહી નવ જણા સામે કાર્યવાહી
પોલીસખાતાએ (1) પાડધરાના અશોક કેશુભાઈ કુંઢીયા (2) માટેલના જયદીપ જશવંતભાઈ સાવડીયા (3) પાજના ધનજી ચોંડાભાઇ ઝાપડા (4) આરોગ્યનગરના દેવજી કાનજીભાઈ વિંઝવાડિયા (5) રાતડીયાના હકાભાઈ મસાભાઈ ઝાંપડા (6) પંચાસરના અંજુમહુસેન અબુજીભાઈ ભોરણીયા (7) જાલસીકાના રોહિત ભીખાભાઇ જાદવ (8) પેડકના નાગાબાવા સામેના પટની બાજુમાં રહેતા સાયરભાઈ કાંતિલાલ વિકાણી અને (9) લિંબાળાના કાનાભાઇ હમીરભાઇ ગમારા સામે ટ્રાફિકના નિયમ ભંગ સબબ કાર્યવાહી કરેલ છે….