27/12/2025 ના રાત્રે લોક ડાયરા યોજાશે
300 જેટલા અશ્વ ત્રણ દિવસના કાર્યક્રમમાં વિવિધ કરતબ બતાવશે
નામદાર મહારાણા રાજસાહેબ શ્રી ડો.દિગ્વિજયસિંહજી ઝાલા સાહેબની સ્મૃતિમાં આયોજન
પ્રથમ દિવસે હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ થશે, બીજા દિવસે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને તા.28ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સમાપન સમારોહ યોજાશે
વાંકાનેર: પશુપાલન ખાતુ – કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત રાજયના સહયોગથી શ્રી કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિએશન-ગુજરાત દ્વારા અશ્વ શો 2025-26 રણજીત વિલાસ પેલેસ ગાઉન્ડ, ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે, વાંકાનેર ખાતે તા. 26 થી 26 ડિસેમ્બર સુધી આયોજિત કરેલ છે. સને 1994 માં વાંકાનેર અમરસિંહજી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે નામદાર મહારાણા રાજસાહેબ શ્રી ડો.દિગ્વિજયસિંહજી ઝાલા સાહેબના પ્રમુખ સ્થાને પ્રથમ ભવ્ય અશ્વ શોનું આયોજન થયેલ હતુ. ત્યાર બાદ વર્ષ 2025 માં તેમની સ્મૃતીમાં 17 મો કામા અશ્વ મહોત્સવ” નામદાર મહારાણા રાજસાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા (રાજયસભા સાંસદશ્રી) ના અધ્યક્ષ સ્થાને યોજાશે.
રાજયકક્ષાનો આ કાર્યક્રમ ગુજરાત રાજયના પશુપાલન વિભાગ તેમજ ટુરીઝમ વિભાગનાં સહયોગથી યોજાઈ રહ્યો છે.તા.25/12/2025 ના રોજ ભવ્ય અશ્વ પ્રદશન અને નગરયાત્રા સમય સાંજે 3.30 કલાકે વાંકાનેર શહેરના મુખ્યમાર્ગો પર યોજાશે. તા.26/12/2025 ના રોજ કામા અશ્વ શો-2025 “ના ભવ્ય ઉદઘાટન સમારોહ સવારે 8.30 કલાકે 17મો કામા અશ્વઅશ્વી જીતુભાઈ વાઘાણી (પશુપાલન વિભાગ) કેસરીદેવસિંહજી (રાજયસભા સાંસદ) તેમજ સાંસદો, ધારાસભ્યઓ, જગ્યાધારી સંતો મહંતો અનેક સંસ્થાના પ્રમુખો, ઉધોગપતીઓ, અને વિશાળ સંખ્યામાં આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેનાર મહાનુભાવોની હાજરીમાં યોજાશે. 31 વર્ષ બાદ વાંકાનેરમાં ભવ્ય અશ્વ શો યોજાઈ રહ્યો છે.
કાઠીયાવાડી અશ્વની માહિતી આપતુ પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.અશ્વ શો સ્પર્ધા તા.26/27/28 ડિસેમ્બર 2025 ના રોજ સવારે 8.30 કલાક થી સાંજે 6.00 કલાક સુધી ધોળેશ્વર મહાદેવ મંદિર મેળાના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. 27/12/2025 ના રોજ રાત્રે 9.30 કલાકે ભવ્ય લોકડાયરો ધોળેશ્વર મહાદેવ મંદિર (મેળાના ગ્રાઉન્ડ રાખેલ છે) જેમા ગુજરાતના નામંકીત કલાકારોમાં અનુભા ગઢવી, હકાભા ગઢવી, ધવલભાઈ ગઢવી, વિજયાબેન વાધેલા, આદિત્ય ખડીયા, અનવર મીર દ્રારા ભવ્ય લોકડાયરો યોજાશે. તા.28/12/2025 ઈનામ વિતરણ મહાનભુવાઓના વરદ હસ્તે થશે તથા સમાપન કાર્યક્રમ સાંજે 4.00 કલાકે યોજાશે. 300 જેટલા અશ્વ ત્રણ દિવસના કાર્યક્રમમાં વિવિધ કરતબ બતાવશે. આ ઉપરાંત અશ્વની ખરીદીમાં રસ ધરાવતા લોકો માટે ખાસ ડિસ્પ્લે રાખવામાં આવશે.
આ આયોજનમાં પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કામા અશ્વ શો-2025” નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બીજા દિવસે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને તા.28 ના સમાપનના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ખાસ ઉપસ્થિત રહેશે. કોરોના બાદ રાજ્ય સરકાર દ્વારા યોજાતો પ્રથમ સૌથી મોટો કામા અશ્વ શો-2025″ છે. અને પ્રથમ વાર 300 જેટલા અશ્વ વિવિધ કરતબ દેખાડશે.
ત્રણ દિવસ દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમો
તા. 26-12-2025 શુક્રવાર
સવારે 09-15 થી 10-30 વાગ્યા સુધી : શ્રેષ્ઠ શણગારેલ અશ્વ તથા અશ્વ સવાર
સવારે 10-30 થી 01-00 વાગ્યા સુધી : કાઠિયાવાડી વછેરી -વછેરો મિલ્ક ટીથ
બપોરે 02-30 થી 03-30 વાગ્યા સુધી : મટકી ફોડ
સાંજ 05-00 થી 06-00 વાગ્યા સુધી : મારવાડી વછેરી-વછેરો
સાંજે 06-00 થી 07-00 વાગ્યા સુધી : મારવાડી વછેરી-વછેરો મિલ્ક ટીથ(દૂધિયા દાંત)
તા. 27-12-2025 શનિવાર
સવારે 06-30 વાગ્યા થી શરૂ : એન્ડયુરન્સ રેસ (20 કીમી)
સવારે 08-30 થી 10-30 વાગ્યા સુધી : ઉત્તમ સીધી ઘોડો-ઘોડી
સવારે 10-30 થી 11-45 વાગ્યા સુધી : ઉત્તમ સીધી વછેરી-વછેરો મિલ્ક ટીથ
સવારે 11-45 થી 01-00 વાગ્યા સુધી : ઉત્તમ સીધી વછેરી-વછેરો
બપોરે 02-30 થી 04-00 વાગ્યા સુધી : બેરલ રેસ
બપોરે 04-00 થી 06-30 વાગ્યા સુધી : રેવાલ ચાલ
28 ડિસેમ્બર 2025 રવિવાર
સવારે 08-00 થી 11-00 વાગ્યા સુધી : ઉત્તમ કાઠિયાવાડી ઘોડો-ઘોડી
સવારે 11-30 થી 01-00 વાગ્યા સુધી : ઉત્તમ મારવાડી ઘોડો-ઘોડી
બપોરે 02-30 થી 03-45 વાગ્યા સુધી : કાઠિયાવાડી વછેરી-વછેરો
સાંજે 05-30 થી 06-30 વાગ્યા સુધી ઇનામ વિતરણ કાર્યક્રમ
