ઝવેરી પંચના રિપોર્ટનો સ્વીકાર
એસસી, એસટીની બેઠકોમાં કોઈ ફેરફાર નહીં
વાંકાનેર: ગુજરાતમાં હવે તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગર પાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. જો કે, એસસી, એસટીની બેઠકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. હવેથી હોદ્દાઓમાં 50 ટકાની મર્યાદામાં રહીને 27 ટકા અનામત રહેશે. કેબિનેટની બેઠકમાં ઝવેરી પંચના રિપોર્ટનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, જેમાં અનામતની ભલામણ કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં હવે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. 50 ટકા અનામતની મર્યાદામાં રહીને આ માંગ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા અને નેતા ઋષિકેશ પટેલ દ્વારા એક પત્રકાર પરિષદમાં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામત આપવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, એસસી, એસટીની અનામત અંગે કોઈ પણ ભલામણ કરવામાં આવી નથી. હવેથી હોદ્દાઓમાં પણ 50 ટકાની મર્યાદામાં ઓબીસીને 27 ટકા અનામત રહેશે, જ્યારે એસટી માટે હાલનો અમલ યથાવત રહેશે.
જનરલ વિસ્તારોમાં એસટી બેઠક યથાવત રહેશે જ્યારે મહાનગર પાલિકામાં પણ 27 ટકા ઓબીસી માટે રહેશે અને એસી-એસટી માટે પણ 27 ટકા રહેશે. કેબિનેટની બેઠકમાં ઝવેરી પંચના રિપોર્ટનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સ્થાનિક પંચાયતમાં ઓબીસી અનામત મુદ્દે પંચે રિપોર્ટ રજૂ કર્યો હતો. આ મામલે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. આ નિર્ણય સાથે એસસી-એસટી અનામતમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી જાહેરાત કરવામાં આવી છે.