જિલ્લા કક્ષાની રાણેકપર ગામની વિધાર્થીનીનો ઉત્કર્ષ દેખાવ
વાંકાનેર : શિક્ષણ વિભાગ- ગાંધીનગર તેમજ જીસીઇઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન આયોજિત નિપુણ ભારત મિશન અંતર્ગત દેસાદયા માધ્યમિક શાળા લજાઈ ખાતે મોરબી જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ હતી.
જેમાં પ્રારંભિક વિભાગ ધો. 3થી5માં વાંકાનેર તાલુકાની વઘાસિયા પ્રાથમિક શાળામાં ધોરણ 3મા અભ્યાસ કરતી અને રાણેકપર ગામની વિદ્યાર્થીની માથકિયા મોહવીસ ફિરોઝભાઈએ વાર્તા કથનમાં સમગ્ર મોરબી જિલ્લામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી વાંકાનેર તાલુકાનું અને શાળાનું નામ રોશન કર્યું છે. કમલ સુવાસ તરફથી અભિનંદન !