કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જિલ્લાના 3 ASIની બદલી, નવા 7 PSI મુકાયા

મશાકપુત્રા નજરૂદીન રાજકોટ શહેરમાં મુકાયા

વાંકાનેર: પોલીસ વિભાગ દ્વારા રાજ્યના 523 ASIના PSI તરીકે પ્રમોશન સાથે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાંથી 3 ASIની બઢતી સાથે બદલી થઈ છે. જ્યારે નવા 7 PSI મુકાયા છે.

હાલમાં રાજ્ય સરકારે ખાતાકીય પરીક્ષા પાસ કરનાર 523 એએસઆઈને પીએસઆઈ તરીકે પ્રમોશન આપ્યું છે. પીએસઆઈ તરીકે પ્રમોશન મેળવનાર કર્મચારીઓને હાલ બીજી જગ્યાએ પોસ્ટિંગ પણ આપી દેવામાં આવ્યું છે. પીએસઆઈ પોસ્ટિંગને લઈ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં મોરબી જિલ્લામાંથી ASI મશાકપુત્રા નજરૂદીન જુસબમિયાને રાજકોટ શહેર, બ્લોચ મહમદઉસ્માન કાદરબક્ષને જામનગર અને ચાવડા જીતેન્દ્રકુમાર હિરજીભાઈ રાજકોટ શહેર PSIની બઢતી સાથે મુકવામાં આવ્યા છે.

જ્યારે ગાંધીધામના મહેશ્વરી વિજયકુમાર ખેતશી, ભુજના સોધમ પેથા કરમણ, ભુજના સેડા પુનશી લાખું, ભુજના અબડા નઝીરહુસેન ઓસમાણ, ભુજના બારોટ ઉમેશ શંભુલાલ, રાજકોટ ગ્રામ્યના જોગેલા દિપક ધીરજલાલ, રાજકોટ શહેરના બોરીચા વનીતાબેન ગીરીશકુમારને PSI તરીકે મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે.

દારૂ ઝડપાયો
તીથવાના રમીબેન પ્રેમજીભાઈ જખાણીયા પાસેથી 40 કોથળી દેશી દારૂ ઝડપાયો
પીધેલ
સિંધાવદરના નટુ સોમાભાઈ વિરસોડીયા પોતાનું મોટર સાયકલ કેફી પ્રવાહી પી ને સર્પાકારે ચલાવતા મોટર સાયકલ સાથે ઝડપાયા અને નવાપરા જીઆઈડીસીના પ્રવીણ સવજીભાઈ રાઠોડ પીધેલ પકડાયા
ટ્રાફિક અંગેનો ગુન્હો
લાકડધારના ગુંજન ચંદ્રકાન્ત અગ્રાવત પૂર ઝડપે રીક્ષા ચલાવતા કાયદેસર કાર્યવાહી…

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!